News Portal...

Breaking News :

સીકલીકર ગેંગના ત્રણ સભ્યો દારૂની બોટલો પિતા હોવાનો વીડિયો વાયરલ

2025-03-27 10:09:58
સીકલીકર ગેંગના ત્રણ સભ્યો દારૂની બોટલો પિતા હોવાનો વીડિયો વાયરલ


વડોદરા : શહેરમાં દારૂની બોટલો સાથે ચાર શખસો મહેફિલ માણતા હોય એવો વીડિયો વાઈરલ થયો હતો. જેને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. કુંભારવાડા પોલીસે 3 શખસોને ઝડપી પાડ્યા હતા અને ત્રણેયને બાપોદ પોલીસને સોંપ્યા હતા. બાપોદ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.


માથાભારે સીકલીકર ગેંગના ત્રણ સભ્યો દારૂની બોટલો પિતા હોવાનો વીડિયો વાયરલ થતા પોલીસ એકશનમાં આવી છે. ગુજ સિટોક જેવી કાર્યવાહી કરી હોવા છતાં પોલીસનો ડર રાખ્યા વિના દારૂની મહેફિલનો વિડિઓ વાયરલ થયો છે. જેમાં એક નાના બાળકને પણ દારૂની બોટલ પકડાવી દેતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.બુધવારે બપોરના સમયે વાયરલ થયેલા વીડિયોમાં કાળુ નામનો માથાભારે અને પોલીસના ચોપડે નોંધાયેલા હિસ્ટ્રી સીટર નો હોવાનું પોલીસ માની રહી છે.જેમાં કાળુ સીકલીકર અને અન્ય બે સીકલીકર સાથે ઘરમાં બેસી દારૂની મહેફિલ માણી રહ્યા છે. અને દારૂની 9 બોટલો અને ગ્લાસ માં દારૂ પીતા હોવાનું જોઈ શકાય છે. 


વિડિયોમાં પંજાબી ભાષામાં બોલવામાં આવે છે અને કોઈને પડકાર ફેંકતા હોય એમ અમે મજા કરી રહ્યા છે. તમારે જોવું હોય તો જોઈ લો એવા ઉચ્ચારણો કરવામાં આવે છે. ચાલુ વિડીયોમાં જ એક નાનો બાળક પ્રવેશે છે. અને એના હાથમાં દારૂની બોટલ પકડાવી દેવામાં આવે છે.આવા દ્શ્યો જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી.અને તાત્કાલિક વીડિયોમાં દેખાતા સીકલીકર ગેંગના સભ્યોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાપોદ વિસ્તારના વુડાના મકાનમાં આ મહેફિલ થઈ હોવાની જાણકારી મળતા ત્રણ આરોપી શમશેરસિંગ હરજીતસિંગ દુધાણી, કાલુસિંઘ ચરણસિંહ દુધાણી, મહેન્દ્રસિંહ ઉર્ફે કાળુસિંહ ખજાનસિંગ આંધ્રોલી ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

Reporter: admin

Related Post