૮૦મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા તાલુકાના વરણામા ખાતે ભવ્ય 'તિરંગા યાત્રા' નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપ્રેમની ભાવના અને તિરંગા શાનને બુલંદ કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી તિરંગા યાત્રામાં સમગ્ર વિસ્તારના નાગરિકોએ અભૂતપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો હતો.

દેશભક્તિના નારાઓ અને રાષ્ટ્રપ્રેમના વાતાવરણ વચ્ચે નીકળેલી આ તિરંગા યાત્રાથી સમગ્ર વરણામા વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયો હતો.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી શૈલેષભાઇ મહેતા, વડોદરા ગ્રામ્ય પ્રાંત અધિકારી શ્રી ઐશ્વર્યા દૂબે, જિલ્લા પંચાયત સભ્યશ્રી અંકિતા પરમાર તેમજ અન્ય સદસ્યશ્રીઓ, વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, સ્થાનિક આગેવાનો, મોટી સંખ્યામાં ગ્રામજનો તથા શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. સૌએ એકસાથે મળીને રાષ્ટ્રધ્વજ પ્રત્યે પોતાનું આદર અને સન્માન વ્યક્ત કર્યું હતું.


Reporter: admin







