News Portal...

Breaking News :

ગુજરાતમાં દારૂબંધી સામે સવાલ, નશામાં રિક્ષા ચલાવતો ચાલક કેમેરામાં કેદ

2026-09-04 13:00:46
ગુજરાતમાં દારૂબંધી સામે સવાલ, નશામાં રિક્ષા ચલાવતો ચાલક કેમેરામાં કેદ

વડોદરા: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વડોદરાના વારસિયા વિસ્તારમાંથી સામે આવેલા એક વીડિયોએ દારૂબંધીને લઈને સવાલો ઉભા કર્યા છે. વારસિયા વિસ્તારમાં ધવલ હોસ્પિટલથી પંચશીલ ચાર રસ્તા તરફ જવાના માર્ગ પર એક રિક્ષાચાલક કથિત રીતે દારૂના નશામાં રિક્ષા ચલાવતો કેમેરામાં કેદ થયો છે.

મળતી માહિતી મુજબ, આ વીડિયો આ જ માર્ગ પર બનાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે. વીડિયોમાં રિક્ષાચાલક દારૂના નશામાં રિક્ષા ચલાવતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રસ્તા પર રિક્ષા ચલાવતા ચાલકનો વીડિયો કોઈ વ્યક્તિએ પોતાના કેમેરામાં રેકોર્ડ કરી લીધો હતો.

ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં સામે આવેલા આ વીડિયાને પગલે ચર્ચા શરૂ થઈ છે. ઘટનાને લગતો વીડિયો હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં રિક્ષાચાલક કથિત રીતે નશામાં રિક્ષા ચલાવતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Reporter: admin

Related Post