News Portal...

Breaking News :

એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ બાદ વડોદરા પાલિકાની ખોરાક શાખા સક્રિય

2026-08-06 14:23:28
એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ બાદ વડોદરા પાલિકાની ખોરાક શાખા સક્રિય

 રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગની ખોરાક શાખા સક્રિય થઈ ગઈ છે.

આ મામલે આરોગ્ય અમલદાર ડૉ. મુકેશ વૈદ્યએ ફૂડ સેફ્ટી અધિકારીઓ સાથે બેઠક કરી અને અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે.

ફૂડ સેફ્ટી અધિકારીઓને મેન્યુફેક્ચરર, ડિસ્ટ્રીબ્યુટર અને મોલ્સમાં તપાસ અભિયાન ચલાવવાના આદેશ આપવામાં આવ્યા છે. શહેરમાં એનાલોગ ડેરી પ્રોડક્ટ્સની ઉપલબ્ધતા અને વેચાણ અંગે નજર રાખવા સૂચના આપવામાં આવી છે.

તપાસ માટે ચાર ટીમોની રચના કરી શહેરના ચારેય ઝોનમાં કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ખોરાક શાખાની ટીમો હવે સંબંધિત સ્થળોએ તપાસ પ્રક્રિયા શરૂ કરશે.

Reporter: admin

Related Post