વડોદરા શહેરને સ્વચ્છ, સુંદર, સ્વસ્થ અને હરિયાળું બનાવવા માટે મહાનગરપાલિકાએ શહેરના વિવિધ ઝોન અને વોર્ડમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી છે. તા. 3 સપ્ટેમ્બર, 2026ના રોજ મુખ્ય માર્ગો, સર્કલ, બ્રિજ, જાહેર સ્થળો, બગીચાઓ અને રહેણાંક વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી.
પશ્ચિમ ઝોનના વોર્ડ નં. 8માં મસાણી માતા મંદિર પારો પાસે આવેલી કરોડીયા હેરિટેજ વાવની વિશેષ સફાઈ કરવામાં આવી હતી. વાવ અને આસપાસનો કચરો દૂર કરી ઐતિહાસિક વારસાના જતન અને પુનઃજીવન માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે વૃક્ષારોપણ અને રોપા વિતરણ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
પશ્ચિમ ઝોનના વોર્ડ નં. 9માં સહયોગ રોડ, સેવાસી પંચાયત ઓફિસ, ISKCON ટેમ્પલ રોડ, અલકાપુરી મેઈન રોડ, ગેંડા સર્કલ અને અટલ બ્રિજ નીચેના વિસ્તારમાં પણ સફાઈ કરવામાં આવી હતી.
પશ્ચિમ ઝોનના વોર્ડ નં. 9માં સહયોગ રોડ, સેવાસી પંચાયત ઓફિસ, ISKCON ટેમ્પલ રોડ, અલકાપુરી મેઈન રોડ, ગેંડા સર્કલ અને અટલ બ્રિજ નીચેના વિસ્તારમાં પણ સફાઈ કરવામાં આવી હતી.

ઉત્તર ઝોનમાં નિઝામપુરા મેઈન રોડ, ફતેહગંજ મેઈન રોડ, GIPCL સર્કલથી અગોરા મોલ રોડ, સંગમ રોડ અને APMC માર્કેટ રોડ સહિતના વિસ્તારોમાં સફાઈ હાથ ધરાઈ હતી. પૂર્વ ઝોનના વોર્ડ નં. 5માં વિવિધ માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં સફાઈ સાથે કચરાના યોગ્ય વર્ગીકરણ અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.
દક્ષિણ ઝોનના વોર્ડ નં. 18માં ઓડિરાજન પાર્ક ખાતે NGOની સહભાગીતાથી સફાઈ કરવામાં આવી હતી. લાલબાગ બ્રિજ સહિતના જાહેર સ્થળોની પણ સફાઈ હાથ ધરાઈ હતી.

આ પ્રસંગે મેયર ગીતાબેન મકવાણા, સાંસદ હેમાંગ જોષી, ધારાસભ્ય કેયુર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકાએ નાગરિકોને “મારી જવાબદારી - મારું સ્વચ્છ વડોદરા”ની ભાવના સાથે સ્વચ્છતા અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી છે.
Reporter: admin







