News Portal...

Breaking News :

વડોદરા કલાલીના ખોડીયાર નગરમાં પડ્યો મોટો ભુવો, સ્થાનિકોમાં ભયનો માહોલ

2026-08-06 12:13:31
વડોદરા કલાલીના ખોડીયાર નગરમાં પડ્યો મોટો ભુવો, સ્થાનિકોમાં ભયનો માહોલ

વડોદરા શહેરના કલાલી ફાટક નજીક આવેલા ખોડીયાર નગરના રહેણાંક વિસ્તારમાં અચાનક મોટો ભુવો પડતા સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. ખિસકોલી સર્કલ તરફથી બ્રિજ ઉતરતા ખોડીયાર નગરના મુખ્ય માર્ગ પર જ રસ્તાનો મોટો ભાગ ધસી પડ્યો છે.

પ્રાથમિક અનુમાન મુજબ, હાલની વરસાદી ઋતુ દરમિયાન ડ્રેનેજ લાઇનમાં લીકેજ અથવા પાણીની પાઇપલાઇનમાં ભંગાણને કારણે જમીન નબળી પડી હોવાની શક્યતા છે, જેના કારણે આ ભુવો પડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રહેણાંક વિસ્તારની નજીક જ રસ્તા પર મોટો ગાબડો પડી જતા વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. ખાસ કરીને રાત્રિના સમયે આ સ્થળે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સ્થાનિકોમાં વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી અને તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરવા તેમજ ભુવો પુરવાની કામગીરી શરૂ કરવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ જોખમી સ્થિતિ ગંભીર અકસ્માતને આમંત્રણ આપી શકે છે.

Reporter:

Related Post