News Portal...

Breaking News :

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કન્ટેનરમાંથી રૂ. 51.91 લાખનો દારૂ ઝડપાયો

2026-08-12 11:57:10
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કન્ટેનરમાંથી રૂ. 51.91 લાખનો દારૂ ઝડપાયો

વડોદરા ગ્રામ્ય LCB અને કરજણ પોલીસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર્યવાહી કરી એક શંકાસ્પદ કન્ટેનરમાંથી 397 પેટી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. કન્ટેનરમાંથી કુલ 6,782 બોટલ દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. 51.91 લાખ હોવાનું જણાવાયું છે.

પોલીસને શંકાસ્પદ કન્ટેનર અંગે માહિતી મળ્યા બાદ તેનો ફિલ્મી ઢબે પીછો કરવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન કન્ટેનર ચાલક વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે કન્ટેનરની તપાસ કરતાં તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો.

LCBએ દારૂના જથ્થા સાથે અંદાજે રૂ. 10 લાખની કિંમતનું ટાટા કન્ટેનર પણ કબજે કર્યું છે. આમ, પોલીસે કુલ રૂ. 61.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

કાર્યવાહી બાદ દારૂની હેરાફેરી કરતા ગેંગમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. વડોદરા ગ્રામ્ય LCB અને કરજણ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. દારૂની હેરાફેરીના આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા પોલીસે તપાસ તેજ કરી છે.

Reporter: admin

Related Post