News Portal...

Breaking News :

મ્યુનિક એરપોર્ટ પર મોટો અકસ્માત ટળ્યો, વિયેતનામ એરલાઇન્સના બોઇંગ 787નું ઇમરજન્સી લેન્ડિંગ

2026-08-16 10:02:18
મ્યુનિક એરપોર્ટ પર મોટો અકસ્માત ટળ્યો, વિયેતનામ એરલાઇન્સના બોઇંગ 787નું ઇમરજન્સી લેન્ડિંગ

મ્યુનિક, જર્મની: જર્મનીના મ્યુનિક એરપોર્ટ પર વિયેતનામ એરલાઇન્સના બોઇંગ 787 વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. આ વિમાન હનોઈ જવા માટે ઉડાન ભર્યું હતું.

રિપોર્ટ મુજબ, ટેકઓફ દરમિયાન વિમાનના રનવે પરથી આગળ નીકળી જવાની ઘટના બની હતી. ત્યારબાદ વિમાનને હવામાં જ રાખીને ઇંધણ ઓછું કરવામાં આવ્યું હતું. ફ્લાઇટ-ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24 અનુસાર, વિમાને બે કલાકથી વધુ સમય સુધી આકાશમાં ચક્કર લગાવ્યા બાદ મ્યુનિક એરપોર્ટ પર પરત ફર્યું હતું.

વિમાનનું મ્યુનિક એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. ઘટનાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પર ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી ટીમોને તૈનાત કરવામાં આવી હતી. લેન્ડિંગ બાદ મુસાફરોને ઇમરજન્સી સ્લાઇડની મદદથી વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
મોટી જાનહાનિ ટળી: ઇમરજન્સી પ્રક્રિયા અને સુરક્ષા વ્યવસ્થાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની તપાસ અંગે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post