News Portal...

Breaking News :

આવતા અઠવાડિયે બે દિવસના ભારત પ્રવાસે આવી શકે છે તારિક રહેમાન, જાણો દિલ્હી પ્રવાસ કેમ મહત્વપૂર્ણ?

2026-08-16 10:52:08
આવતા અઠવાડિયે બે દિવસના ભારત પ્રવાસે આવી શકે છે તારિક રહેમાન, જાણો દિલ્હી પ્રવાસ કેમ મહત્વપૂર્ણ?

બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાન આવતા અઠવાડિયે બે દિવસના ભારત પ્રવાસે આવી શકે છે. નવી દિલ્હી તરફથી દ્વિપક્ષીય વાતચીત માટે મળેલા આમંત્રણ બાદ બંને દેશો વચ્ચે સંભવિત મુલાકાતને લઈને ચર્ચા તેજ બની છે. આ પ્રવાસને ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં આવેલી દૂરી ઘટાડવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.

20-21 અથવા 21-22 ઓગસ્ટની તારીખો પર વિચારણા: ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, તારિક રહેમાનની સંભવિત ભારત મુલાકાત માટે 20-21 ઓગસ્ટ અથવા 21-22 ઓગસ્ટની તારીખો પર વિચારણા ચાલી રહી છે. બંને દેશોના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે 20થી 25 ઓગસ્ટ દરમિયાન કોઈ એક તારીખ પર સહમતિ બનવાની શક્યતા છે.
વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ ભારત મુલાકાત: જો આ પ્રવાસ નક્કી થાય છે, તો ફેબ્રુઆરીમાં વડાપ્રધાન બન્યા બાદ તારિક રહેમાનની આ પ્રથમ ભારત મુલાકાત હશે. વડાપ્રધાન બન્યા બાદ તેમની પ્રથમ વિદેશ યાત્રા મલેશિયાની રહી હતી.

આ પ્રવાસ કેમ મહત્વપૂર્ણ છે? ભારત અને બાંગ્લાદેશ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવિધ મુદ્દાઓને લઈને અંતર વધ્યું છે. આવી સ્થિતિમાં તારિક રહેમાનની નવી દિલ્હી મુલાકાત બંને દેશો વચ્ચે રાજકીય અને રાજદ્વારી સંવાદને ફરી મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધો, વેપાર, ઊર્જા, સુરક્ષા અને પ્રાદેશિક સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
હજુ સત્તાવાર પુષ્ટિ બાકી: સંભવિત તારીખોને લઈને ચર્ચા ચાલી રહી છે, પરંતુ ભારત અથવા બાંગ્લાદેશ તરફથી હજુ સુધી મુલાકાતની અંતિમ તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Reporter: admin

Related Post