News Portal...

Breaking News :

વડોદરામાં ફરી હિટ એન્ડ રન: બેકાબૂ i20 કારની ટક્કરે મોપેડ સવાર બે ગંભીર, ચાલક ફરાર

2026-07-14 11:12:32
વડોદરામાં ફરી હિટ એન્ડ રન: બેકાબૂ i20 કારની ટક્કરે મોપેડ સવાર બે ગંભીર, ચાલક ફરાર

વડોદરા શહેરમાં હિટ એન્ડ રનની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. અમિતનગરથી L&T જવાના માર્ગ પર પુરપાટ ઝડપે દોડી રહેલી i20 કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આગળ જઈ રહેલા મોપેડને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં મોપેડ પર સવાર બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માત એટલો ભયાનક હતો કે બંને ઇજાગ્રસ્તો રોડ પર ફંગોળાઈ ગયા હતા અને ઘટનાસ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. અકસ્માત બાદ કારચાલક પોતાની કાર સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સની મદદથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં ઓવરસ્પીડિંગના કારણે અકસ્માત સર્જાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આસપાસના CCTV ફૂટેજના આધારે ફરાર કારચાલકની શોધખોળ શરૂ કરી છે.
પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Reporter: admin

Related Post