વડોદરા શહેરમાં બાકી ગેસ બિલની વસુલાત માટે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા સિટી પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સાથે વિવિધ વિસ્તારોમાં વિશેષ વસુલાત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અજબડી મિલ રોડ, તાજ સોડા ફેક્ટરી, પટેલ ફળિયા, દરબાર ફળિયું, સોદાગર બિલ્ડીંગ, ચાપાનેર દરવાજા, મહેતા પોળ, મુસા પોળ, જગમાલિપોળ, જુનીગઢી, ભદ્ર કચેરી, નાની છીપવાડ, મોટી છીપવાડ, ઉષા પોળ, અલમાસ માર્કેટ, હોળીચકલા, ભોઈવાડા, યાકુતપુરા સહિતના વિસ્તારોમાં આ કામગીરી કરવામાં આવી હતી.a

કામગીરી દરમિયાન બાકી ગેસ બિલ પેટે કુલ રૂ. 4,98,809ની વસુલાત કરવામાં આવી હતી. જ્યારે બાકી બિલની રકમ ભરપાઈ ન કરનાર ગ્રાહકોના 47 ગેસ કનેક્શન બંધ કરવામાં આવ્યા હતા. આ કનેક્શનો સામે કુલ રૂ. 44,58,230ની બાકી રકમ નોંધાઈ છે.
દરમિયાન વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ગ્રાહકોને બાકી ગેસ બિલની રકમ સમયસર ભરપાઈ કરી ગેસ સેવા નિયમિત રાખવા અપીલ કરવામાં આવી છે.
આજે જે.પી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી
તા. 13 ઓગસ્ટ, 2026થી જે.પી. પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સાથે બાકી ગેસ બિલની વસુલાત માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવશે. બાકી રકમ નહીં ભરનાર ગ્રાહકો સામે નિયમોનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
Reporter: admin







