વડોદરા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી સેવાઓ વિભાગમાં કૌભાંડો અને ભ્રષ્ટાચારની પરંપરા અટકવાનું નામ લેતી નથી. શહેરના નાગરિકોના જીવ બચાવતા ફાયર વિભાગના 145થી વધુ કુશળ અને બિનકુશળ કર્મચારીઓના ગણવેશ (યુનિફોર્મ) તેમજ સેફ્ટી બૂટના પુરવઠા માટે બહાર પાડવામાં આવેલા વાર્ષિક દર કરારમાં અતિ ગંભીર ભ્રષ્ટાચાર અને મોટું 'સેટિંગ' થયું હોવાના ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે.
પાલિકા દ્વારા મંગાવવામાં આવેલા ટેન્ડરમાં સૌથી નીચો ભાવ ભરનારી એજન્સીઓએ રજૂ કરેલા દરો એટલા હાસ્યાસ્પદ અને અવાસ્તવિક છે કે, જેને જોઈને ખુદ પાલિકાના ઈજનેરો અને જાણકારો પણ અવાક બની ગયા છે.
સત્તાવાર ટેન્ડર દસ્તાવેજો (Tender ID: 317711, નોટિસ નં. 211/26-27) અનુસાર, ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ માટે 150 કે તેથી વધુ સ્કિલ્ડ ડ્રાઈવર, સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ મેનપાવર દૈનિક ધોરણે પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ છે. આ 145થી વધુ કર્મચારીઓને વર્ષમાં 2 જોડી યુનિફોર્મ સેટ (કુલ 290 ગણવેશ) અને 1 જોડી BIS (ભારતીય માનક સંસ્થાન)ની છાપ ધરાવતા ગુણવત્તાસભર સેફ્ટી બૂટ આપવાના થાય છે.
ટેન્ડરની કડક શરત મુજબ, ગણવેશ માટેનું કાપડ માત્ર રેમન્ડ, અરવિંદ, સિયારામ, ગ્રાસિમ, વિમલ, મફતલાલ કે એસ. કુમાર જેવી નામાંકિત અને સ્ટાન્ડર્ડ બ્રાન્ડનું જ હોવું જોઈએ. આ ઉપરાંત કાપડનું વજન, દોરાની ગણતરી (GSM), રંગની મજબૂતી અને વોશિંગ સંકોચન જેવા તકનીકી માપદંડો પણ નક્કી કરાયા છે.
સામાન્ય બજારભાવ મુજબ એક ગણવેશનો ખર્ચ રૂ. 800થી 1 હજાર અને આઈએસઆઈ માર્ક સેફ્ટી બૂટનો ખર્ચ આશરે રૂ. 1,600 થાય છે, એટલે કે મહિને પ્રતિ કર્મચારી ગણવેશ પેટે રૂ. 133નો ખર્ચ થાય છે.
પરંતુ આ ટેન્ડરમાં ભાગ લેનારા પાંચેય બિડરોના ખુલેલા ભાવ જોતા:
CARE INDIA CONCEPT (careindia12) – પ્રથમ નીચો ભાવ (L1):
આ એજન્સીએ કુલ નેટ અમાઉન્ટ ₹1,569.93 ક્વોટ કરી છે. જેમાં ગણવેશ પેટે માસિક માત્ર રૂ. 6 (વર્ષના રૂ. 72) અને સેફ્ટી બૂટ માટે માસિક રૂ. 3 (વર્ષના રૂ. 36)નો ભાવ દર્શાવ્યો છે!
ULTRA MODERN AGENCY (umagency) – બીજો નીચો ભાવ (L2):
આ એજન્સીએ કુલ ₹1,578.51નો ભાવ ક્વોટ કર્યો છે, જેમાં ગણવેશનો વાર્ષિક ખર્ચ માત્ર રૂ. 160 દર્શાવ્યો છે.
SHREENATH TECHNOLOGIES (shrinath1984):
આ એજન્સી દ્વારા કુલ ₹1,602.56ની નેટ રકમ રજૂ કરવામાં આવી છે.
Pooja Construction Co (poojaco):
આ એજન્સીએ કુલ ₹1,708.91નો ભાવ દર્શાવ્યો છે.
DIPAK G. NAKRANI (dipakgnakrani):
આ બિડર દ્વારા કુલ ₹2,341.81ની રકમ ક્વોટ કરવામાં આવી છે.

સૌથી મોટો યક્ષપ્રશ્ન: વર્ષના રૂ. 72માં બ્રાન્ડેડ કપડાં કેવી રીતે મળે?
આજના આકાશે આંબતી મોંઘવારીના જમાનામાં વર્ષના રૂ. 72માં રેમન્ડ કે અરવિંદનું બ્રાન્ડેડ કાપડ, તેની સિલાઈ અને રૂ. 36માં ઓરિજિનલ સેફ્ટી બૂટ કઈ રીતે પૂરા પાડી શકાય?
જો બે-પાંચ કર્મચારીઓને જ ગણવેશ આપવાના હોત તો કોન્ટ્રાક્ટર પોતાના ખિસ્સામાંથી ખોટ ભોગવી લેત, પરંતુ 145 જવાનોના 290 ગણવેશમાં લાખો રૂપિયાની ખોટ કોઈ કોન્ટ્રાક્ટર પોતાના ઘરેથી શા માટે ભોગવે?
અહીં સમજવા જેવી બાબત એ છે કે કર્મચારીઓને ચૂકવાતું લઘુત્તમ વેતન સીધું જ તેમના બેંક ખાતામાં જમા થાય છે, એટલે તેમાં કોન્ટ્રાક્ટર કોઈ ચોરી કે કાપ મૂકી શકે તેમ નથી. આથી, માત્ર ટેન્ડર હડપ કરવા ખાતર શરૂઆતમાં અવાસ્તવિક અને બોગસ નીચા ભાવો ભરી દેવાના અને બાદમાં પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓની છત્રછાયા હેઠળ જવાનોને અત્યંત હલકી ગુણવત્તાનો ભંગાર માલ-સામાન ધાબડી દેવાનું મોટું કૌભાંડ રચાયું હોવાની પૂરી આશંકા છે.
હજુ આ ટેન્ડર પ્રક્રિયા હેઠળ ભાવ ખુલ્લા થયા છે અને તેની દરખાસ્ત મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટી (સ્થાયી સમિતિ) સમક્ષ મુકાનાર છે. ત્યારે શાસકો અને સ્ટેન્ડિંગ કમિટી આ અધિકારી-કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે આંખ આડા કાન કરશે કે ટેન્ડર રદ કરીને કડક તપાસના આદેશ આપશે, તેના પર સૌની નજર છે.
કોન્ટ્રાક્ટરના દાવાએ પાલિકાની વિવાદાસ્પદ ટેન્ડર ગોઠવણની પોલ ખોલી
વડોદરા ફાયર બ્રિગેડ જેવા અતિ સંવેદનશીલ અને કટોકટીના સમયે શહેરના નાગરિકોનો જીવ બચાવતા જવાનોના ગણવેશ અને સુરક્ષા સાધનોમાં પણ ભ્રષ્ટાચારની ગંભીર વાસ આવી રહી છે. વર્ષના માત્ર રૂ. 72માં રેમન્ડ અને અરવિંદ જેવા બ્રાન્ડેડ કાપડ આપવાના કોન્ટ્રાક્ટરના દાવાએ પાલિકાની વિવાદાસ્પદ ટેન્ડર ગોઠવણની પોલ ખોલી નાખી છે.
કર્મચારીઓના જીવન અને સુરક્ષા સાથે રમતા આવા તુમાખીભર્યા અને અવાસ્તવિક દરો કોના આશીર્વાદથી ભરાયા છે, તેની ત્વરિત તપાસ થવી અત્યંત જરૂરી છે. લાખો રૂપિયાના ટેન્ડરમાં મોટો ખેલ પાડવા માટે હાસ્યાસ્પદ ભાવો ભરીને માત્ર કામ હડપવાનો કોન્ટ્રાક્ટરોનો આ કાળો ખેલ હવે છતો થઈ ચૂક્યો છે.
લઘુત્તમ વેતનમાં કટકી શક્ય ન હોવાથી ગણવેશ અને બૂટના નામે કર્મચારીઓને થર્ડ ક્લાસ સાહિત્ય આપવાનું આ મોટું ષડયંત્ર છે. પાલિકાના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત વગર આટલી મોટી હિમાકત શક્ય જ નથી.
જો પાલિકા તંત્ર અને શાસકો આ બોગસ દરો રજૂ કરનારી એજન્સીઓને તુરંત જ બ્લેક લિસ્ટમાં નહીં મૂકે અને આ આખી ટેન્ડર પ્રક્રિયા રદ કરીને તટસ્થ તપાસ નહીં સોંપે, તો ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન આપનારા શાસકો પણ જનતા સમક્ષ ખુલ્લા પડી જશે, તે નક્કી છે.

Reporter: admin