ટાટા ગ્રુપની પ્રમોટર કંપની Tata Sonsના ચેરમેન એન. ચંદ્રશેખરને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. 18 ઓગસ્ટે યોજાનારી વાર્ષિક સામાન્ય સભા (AGM) પહેલાં તેમના રાજીનામાના સમાચાર સામે આવતા કોર્પોરેટ જગતમાં ચર્ચા તેજ બની છે.
મીડિયા અહેવાલો અનુસાર, ટાટા ટ્રસ્ટ્સ સાથે ચાલી રહેલા મતભેદોને પગલે ચંદ્રશેખરને આ નિર્ણય લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જોકે, તેમના વર્તમાન કાર્યકાળની મુદત 20 ફેબ્રુઆરી 2027ના રોજ પૂર્ણ થવાની હતી.
એન. ચંદ્રશેખરન વર્ષ 1987માં ટાટા ગ્રુપ સાથે જોડાયા હતા. વર્ષ 2009માં તેઓ Tata Consultancy Services (TCS)ના CEO બન્યા હતા અને 2017માં તેમને ટાટા સન્સના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ટાટા ટ્રસ્ટ્સ પાસે ટાટા સન્સમાં આશરે 66 ટકા હિસ્સો હોવાનું જણાવાય છે. ટાટા સન્સ ટાટા ગ્રુપની 30થી વધુ કંપનીઓનું નિયંત્રણ ધરાવે છે, જેમાં Tata Motors, TCS અને Air India જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે.
ચંદ્રશેખરનનું નિવેદન
રાજીનામા અંગે શેરહોલ્ડર્સને આપેલા નિવેદનમાં ચંદ્રશેખરને ટાટા ગ્રુપ સાથેના પોતાના લગભગ 40 વર્ષના સફર અંગે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ટાટા સન્સનું છેલ્લા એક દાયકાથી નેતૃત્વ કરવું તેમના માટે સન્માન અને મોટી જવાબદારી રહ્યું છે.
Reporter: admin







