News Portal...

Breaking News :

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આંતર રાજ્ય ત્રિચી ગેંગને ઝડપી

2025-01-10 10:59:47
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આંતર રાજ્ય ત્રિચી ગેંગને ઝડપી


વડોદરા : શહેર ક્રાઈમ બ્રાન્ચે આંતર રાજ્ય ત્રિચી ગેંગને ઝડપી પાડતા મોટી સફળતા મેળવી છે. આ ગેંગ ગિલોઈ વડે કારના કાચ તોડી ચોરી કરતી હતી. પોલીસે તામિલનાડુના 12 આરોપીઓની ધરપકડ કરીને 25 ગુનાનો ભેદ ઉકેલી 10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 


ગેંગ કારના કાચ તોડી તેમાં રાખેલી કિંમતી ચીજવસ્તુઓ, જેમ કે લેપટોપ, આઈફોન, ટેબ્લેટ્સ અને રોકડા ચોરી કરતી હતી. આરોપીઓએ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, શિરડી, પુણે, નાસિક સહિતના રાજ્યોમાં ચોરીના ગુનાઓ અંજામ આપ્યા છે. ગેંગના સાગરીતો જામનગરમાં અનંત અંબાણીના લગ્ન પ્રસંગમાં પણ પહોંચ્યા હતા, પણ હાઈ સિક્યોરિટી હોવાને કારણે ત્યાં ચોરી કરી શક્યા નહોતા. 


બાતમીના આધારે વડોદરાના ક્રાઈમ બ્રાન્ચે આજવા રોડ વિસ્તારમાંથી તમામ આરોપીઓને પકડી પાડ્યા આ ત્રિચી ગેંગના મુખ્ય સુત્રધાર જગન બાલા સુબ્રમણ્યમ સેવરે છે. સાથે જ ઉદયકુમાર સેરવે, હરીશ મુથુરાજ, વિજ્ઞેશ્વર સેરવે, કિરણકુમાર સેરવે, સેલ્વકુમાર સેરવે, અગિલન સેરવે, ઐયપન સેરવે, ગોવર્ધન સેરવે, વેંકટેશ કોર્ચા, સેન્દીલ સેરવે અને મોહન સેરવેને પણ ઝડપાયા છે. આ ગેંગના સભ્યો તામિલનાડુના રામજીનગર ગામના રહેવાસી છે. જો કે, ખાસ વાત એ છે કે તેઓ ત્રણ પેઢીથી ચોરીના ગુનાઓમાં સામેલ છે. વડોદરા જોઈન્ટ પોલીસ કમિશનર, લીના પાટીલે જણાવ્યુ હતું.

Reporter: admin

Related Post