News Portal...

Breaking News :

પત્તાપાનાનો જુગાર પડ્યો મોંઘો; ક્રાઇમ બ્રાન્ચે છને ઝડપી પાડ્યા

2026-07-27 11:43:10
પત્તાપાનાનો જુગાર પડ્યો મોંઘો; ક્રાઇમ બ્રાન્ચે છને ઝડપી પાડ્યા

વડોદરા શહેરમાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી કાર્યવાહીના ભાગરૂપે શહેર ક્રાઇમ બ્રાન્ચે સલાટવાડા વિસ્તારમાં દરોડો પાડી પત્તાપાનાના વડે હારજીતનો જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન, પત્તાના પાના સહિત કુલ રૂ. 30,120નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે કેસ કારેલીબાગ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.


પોલીસને બાતમી મળી હતી કે સલાટવાડા તુલસીબાઇની ચાલી, રબારીવાસ વિસ્તારમાં આવેલા એક મકાનમાં બહારથી લોકોને બોલાવી રૂપિયા વડે પત્તાપાનાનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે. માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ પર દરોડો પાડતા મકાનમાં જુગાર રમાતો હોવાનું સામે આવ્યું હતું.
દરોડા દરમિયાન રિતેશ હસમુખભાઈ બારોટ, સંજયભાઈ જેન્તીભાઈ બારોટ, સંજય દિલીપભાઈ બારોટ, ગીરીશભાઈ ભીખાભાઈ બારોટ, ધમેન્દ્રભાઈ શંકરભાઈ બારોટ અને નાસીરમહંમદ મયુરમહંમદ શેખને ઝડપી પાડવામાં આવ્યા હતા.


પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 10,120ની રોકડ રકમ, ચાર મોબાઇલ ફોન, 52 પત્તાના પાના તેમજ અન્ય પુરાવા મળી કુલ રૂ. 30,120નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ આરોપીઓ સામે જુગાર એક્ટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી કેસની વધુ તપાસ માટે કારેલીબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

Reporter: admin

Related Post