News Portal...

Breaking News :

દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં 20 વર્ષની સજા પામેલા, પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા કેદીને ગાંધીનગરથી વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી જેલ હવાલે કર્યો

2024-08-22 13:59:30
દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં 20 વર્ષની સજા પામેલા, પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા કેદીને ગાંધીનગરથી વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી જેલ હવાલે કર્યો


દુષ્કર્મ અને પોકસો એકટ હેઠળના ગુનામાં ૨૦ (વીસ) વર્ષની સજા પામેલ અને પેરોલ રજા પરથી બારોબાર ફરાર થયેલ રીઢા કેદીને ગાંધીનગર જીલ્લાના દોલતપુરા લવાડ ગામેથી શોધી કાઢી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ 


વડોદરા સેન્ટ્રલ જેલથી પેરોલ/ફર્લો/વચગાળાની રજા પરથી મુક્ત થયા બાદ પરત નિયત તારીખે જેલમાં હાજર ન થઇ બારોબાર ફરાર થયેલ કેદીઓને શોધી કાઢી પરત મધ્યસ્થ જેલ હવાલે કરવાની સુચના માનનીય પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર સાહેબ તથા સંયુકત પોલીસ કમિશ્નર મનોજ નિનામા સાહેબનાઓ તરફથી મળેલ હોય, ક્રાઇમ બ્રાન્ચના DCP યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા ACP એચ.એ.રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જેલમાંથી રજા પર નિકળ્યા બાદ ફરાર થયેલ કેદીઓને શોધી કાઢવા સતત કાર્યશીલ રહેલ.ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર આર.જી.જાડેજા તથા પોલીસ ઇન્સપેકટર એચ.ડી.તુવરનાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફર્લો ટીમના માણસોએ વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓ વચગાળા, પેરોલ, ફર્લો રજા પર બહાર નિકળ્યા બાદ પરત જેલમાં હાજર નહી થઇ બારોબાર ફરાર થયેલ કેદીઓની શોધખોળ દરમ્યાન ખેડા જીલ્લો કઠલાલ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.-૧૧૨૦૪૦૨૭૨૦૦૭૭૦/૨૦૨૦ ( પોક્સો કેસ ન. ૭૧/૨૦૨૦) ઇ.પી.કો.કલમ ૩૭૬(૨), (એન),૩૭૬(૩) પોક્સો કલમ ૫(એ) મુજબના કામે આરોપી નરેંદ્રસિંહ જેણસિંહ ઉર્ફે જેડમસિંહ ચૌહાણ રહે. ગામ ધોળાકુવા કોસમ તા.કપડવંજ જી.ખેડા મુળ ગામ દોલતપુરા લવાડ તા.દહેગામ જી.ગાંધીનગરનાને નામદાર કોર્ટ દ્વારા ૨૦ (વીસ) વર્ષની કેદની સજા તેમજ રૂ.૧,૦૦,૦૦૦/- નો દંડ તેમજ દંડ ન ભરવા બદલ વધુ દિન- ૩૦૦ (ત્રણસો) ની સજા ફરમાવેલ હોય અને આ સજા પામેલ આરોપીને પાકા કામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામા આવેલ. 


દરમ્યાન સદર કેદીને નામ.ગુજરાત હાઇકોર્ટના હુકમ આધારે દીન-૦૭ ની પેરોલ રજા ઉપર ગઇ તા.૦૩/૦૮/૨૦૨૪ ના રોજ વડોદરા સેંટ્રલ જેલથી મુક્ત કરવામા આવેલ તેમજ સદર કેદીને તેની પેરોલ રજા પુર્ણ થયેથી તા.૧૧/૦૮/૨૦૨૪ ના રોજ પરત વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હતુ પરંતુ સદર કેદી જેલમા નિયત તારીખે પરત હાજર થયેલ નહી અને બારોબાર ફરાર થઇ ગયેલ. જેથી વડોદરા મધ્યસ્થ જેલ તરફથી સદર કેદીને શોધી કાઢવા માટેના મળેલ પત્ર આધારે ક્રાઇમ બ્રાન્ચે સદર કેદીની ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારે સતત તપાસ કરેલ.અને આ તપાસ દરમ્યાન સદર ફરાર થયેલ કેદી હાલમાં તેના મુળ ગામ દોલતપુરા લવાડ તા.દહેગામ જી.ગાંધીનગર ખાતે આશ્રય લેતો હોવાની મળેલ માહિતી મળતા જેથી ક્રાઇમ બ્રાન્ચની પેરોલ-ફર્લોની ટીમના માણસો કેદીના મુળ ગામ દોલતપુરા લવાડ તા.દહેગામ જી.ગાંધીનગર ખાતે જઇ ખાનગી રાહે વોચ તપાસ કરી આ ફરાર કેદીને તેના ઘરેથી શોધી કાઢી હસ્તગત કરી આ પેરોલ રજા પરથી ફરાર થયેલ કેદની તેની બાકી રહેલ સજા ભોગવવા માટે પરત વડોદરા જેલમાં સોંપેલ છે.


Reporter: admin

Related Post