News Portal...

Breaking News :

લોકસભાની ચૂંટણીમાં ઉત્તમ કામગીરી બદલ વડોદરા કલેક્ટર બી. એ. શાહને બેસ્ટ ઇલેક્ટરોલ પ્રેક્ટિસ એવોર

2025-01-24 15:48:32
લોકસભાની ચૂંટણીમાં ઉત્તમ કામગીરી બદલ વડોદરા કલેક્ટર બી. એ. શાહને બેસ્ટ ઇલેક્ટરોલ પ્રેક્ટિસ એવોર


ગત્ત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ઉત્તમ કામગીરી કરવા બદલ વડોદરા કલેક્ટર શ્રી બી. એ. શાહની બેસ્ટ ઇલેક્ટરોલ પ્રેક્ટિસ એવોર્ડ માટે પસંદગી થઇ છે. મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા અપાતો આ એવોર્ડ કલેક્ટર તા. ૨૫ના રોજ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણીના કાર્યક્રમમાં સ્વીકારશે. 


લોકસભાની ચૂંટણી પૂર્વે મતદાર જાગૃતિ માટે ચલાવવામાં આવેલા સઘન અભિયાનના કારણે મહાનગરપાલિકા હોય એવા અન્ય જિલ્લાની સાપેક્ષે વડોદરામાં સૌથી વધુ મતદાન થયું હતું. વડોદરા જિલ્લામાં ૬૩.૩૦ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. આ ઉપરાંત મતદાન માટે ચૂંટણીકર્મીઓની ડેટા બેઝમાં વૃદ્ધિ, ચૂંટણીકર્મીઓને તાલીમ, દિવ્યાંગ મતદારો માટે વ્હિલચેર સહિતની સુવિધા, પોસ્ટલ બેલેટનું સુઘડ વ્યવસ્થાપન સહિતની બાબતોનો સમાવેશ થાય છે. 


સ્વીપ અંતર્ગત સઘન મતદાન જાગૃતિ અભિયાન દરમિયાન ગત્ત વિધાનસભાની ચૂંટણીમાં ઓછું મતદાન ધરાવતા બૂથો ઉપર ખાસ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. એની અસર મતદાનની ટકાવારી ઉપર પડી હતી. જિલ્લામાં ૬૩.૩૦ ટકા જેટલું મતદાન થયું તે મહાનગરપાલિકા વિસ્તાર ધરાવતા રાજ્યના અન્ય જિલ્લામાં સૌથી વધું હતું. રાજ્યની કુલ ટકાવારી ૬૦.૭૪ કરતા વધું હતું. ઉક્ત તમામ બાબતોને ધ્યાને રાખીને મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા પસંદગી થઇ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે કલેક્ટરને એવોર્ડ આપવામાં આવશે. 

Reporter: admin

Related Post