News Portal...

Breaking News :

ભાયલીમાં શ્વાન કરડ્યા બાદ સારવાર ન લેતા યુવકને હડકવા, પોતાને જ બચકા ભર્યા

2026-08-12 15:05:51
ભાયલીમાં શ્વાન કરડ્યા બાદ સારવાર ન લેતા યુવકને હડકવા, પોતાને જ બચકા ભર્યા

વડોદરાના ભાયલી વિસ્તારમાં હડકવા (રેબીસ)નો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, ભાયલીમાં રહેતા હેમંત નામના યુવકને થોડા સમય પહેલાં શ્વાને કરડ્યું હતું. જોકે, શ્વાન કરડ્યા બાદ સમયસર સારવાર કે રસી ન લેતા તેની સ્થિતિ ગંભીર બની હોવાનું સામે આવ્યું છે.

હડકવાની અસર બાદ યુવકની સ્થિતિ વણસી ગઈ હતી. તેણે પોતાને જ બચકા ભરવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં, યુવકે આસપાસના લોકો પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવકના વર્તનથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

પરિસ્થિતિ બેકાબૂ બનતા આસપાસના લોકોએ યુવકને દોરડા વડે બાંધી દીધો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરી તેને સારવાર માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ગોત્રી હોસ્પિટલમાં યુવકની સ્થિતિ ગંભીર જણાતાં તેને વધુ સારવાર માટે ચેપી રોગ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે ભાયલી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

શ્વાન કરડ્યા બાદ સમયસર તબીબી સારવાર ન લેવાના કારણે ગંભીર પરિણામો આવી શકે છે, તે અંગે આ ઘટનાએ ફરી એકવાર ચિંતા ઊભી કરી છે.

Reporter: admin

Related Post