વિશાખાપટ્ટનમ : આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન પર ભીષણ આગ લાગી હતી.કોરબાથી વિશાખાપટ્ટનમ અને અહીંથી તિરુમાલા જતી ટ્રેન આગની ઝપેટમાં આવી હતી.
કોરબા એક્સપ્રેસ ટ્રેન રવિવારે બપોરે પ્લેટફોર્મ નંબર 4 પર ઉભી હતી. આ અકસ્માતમાં કોરબા એક્સપ્રેસના M1,B7,B6 એસી કોચમાં આગ લાગી હતી. રેલવે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે કોઈ જાનહાનિ થઈ નથી. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ટ્રેનની તમામ સળગતા કોચ એસી હતા. ટ્રેનમાં આગ લાગવાને કારણે સ્ટેશન પર ભયનો માહોલ ઊભો થયો હતો.
તેમજ મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી.કોરબા એક્સપ્રેસના B6,B7ના ખાલી રેકમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. આ ટ્રેન સવારે સાડા છ વાગ્યે અહીં પહોંચી હતી. 9:45 વાગ્યે કોચિંગ ડેપો માટે રવાના થવાની હતી. ત્યારે B7 કોચમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. ટ્રેનમાં આગ લાગવાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. આગ B6,B7અને M1 કોચમાં ફેલાઈ ગઈ. જો કે આ ઘટનામાં કોઈને જાનહાનિના સમાચાર નથી.
Reporter: admin