News Portal...

Breaking News :

દેશની ૫ સૌ થી કઠિન સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગુજરાતી બાળકોને તૈયાર કરવા છે... વડોદરામાં પહેલીવાર સુરતના પી.પી. સવાણી સેન્ટર ફોર એકસેલન્સની પ્રવેશ પરીક્ષા...

2024-04-28 14:00:34
દેશની ૫ સૌ થી કઠિન સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગુજરાતી બાળકોને તૈયાર કરવા છે...  વડોદરામાં પહેલીવાર સુરતના પી.પી. સવાણી સેન્ટર ફોર એકસેલન્સની પ્રવેશ પરીક્ષા...

વડોદરાના વાલીઓના આગ્રહને માન આપીને સુરત સ્થિત પી.પી.સવાણી સેન્ટર ફોર એકસેલન્સ દ્વારા પહેલીવાર શહેરમાં પ્રવેશ પરીક્ષા બ્રેઈન એપ્ટીટયુડ ટેસ્ટ યોજવામાં આવી હતી. આ સંસ્થા ગુજરાતના વિદ્યાર્થીઓને દેશની ટોચની ૫ સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓ માટે તૈયાર કરવાનું કામ સમાજને સેવા રૂપે કરે છે.તેના માટે વિદ્યાર્થીઓને અભિરુચિ કસોટીના માધ્યમ થી પસંદ કરીને ધોરણ ૬ થી પ્રવેશ આપીને,શાળાકીય શિક્ષણની સાથે આ પરીક્ષાઓ માટે તૈયાર કરવામાં આવે છે.સંસ્થાના કોમર્સ વિભાગના વડા શ્રી પવન વપ્રાની એ વડોદરામાં યોજાયેલી પ્રવેશ પરીક્ષા સમયે જણાવ્યું હતું કે ગુજરાતમાં હવે વાલીઓનું માઈન્ડ સેટ બદલાયું છે.પેઢી કે પરીવારનો ધંધો ચલાવવાને બદલે લોકો હવે સંતાનોને ડોક્ટર,ઇજનેર,સી. એ.,સી.એસ., આર્કિટેકટ બનાવવા ઈચ્છે છે અને ગુજરાતી બાળકો જે. ઈ. ઈ., નિટ, એઈમ્સની પરીક્ષાઓ આપી રહ્યા છે.

ત્યારે ગુજરાતના બાળકોને કોટા ન જવું પડે અને કોટા જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તાલીમ સુવિધા ગુજરાતમાં મળે તે માટે છેલ્લા ૯ વર્ષથી સુરતના પી.પી.સવાણી સેન્ટર ફોર એકસેલન્સ દ્વારા પ્રશિક્ષણ સુવિધા શરૂ કરવામાં આવી છે.દર વર્ષે ૧૫ થી ૧૬ હજાર વિધાર્થીઓ તેની પ્રવેશ પરીક્ષા આપે છે.

    તેમણે કહ્યું કે ૨૩/૨૪ ના વર્ષની જ વાત કરીએ તો સંસ્થાએ ધો.૧૧/૧૨ વિજ્ઞાન પ્રવાહના પ્રશિક્ષાર્થીઓ ને રૂ.૮.૭૫ કરોડની રકમ શિષ્યવૃત્તિ તરીકે ચૂકવી છે.અમે શિક્ષણ,સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉચ્ચ કોટિનું પ્રશિક્ષણ અને સંસ્કાર સિંચનના ત્રિવિધ કામો કરીએ છે.

   વડોદરાના વાલીઓ સેન્ટર દ્વારા વડોદરામાં પ્રવેશ પરીક્ષા યોજવાની માંગ લાંબા સમય થી કરી રહ્યા હતા.તેને અનુલક્ષીને પહેલીવાર આયોજન કર્યું અને વિદ્યાર્થીઓ તથા વાલીઓનો પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો એ માટે તેમણે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Reporter: News Plus

Related Post