વિવિધ વિવાદો ઊભા કરી સંગઠનને ગેરમાર્ગે દોરવાનો વિરોધી ગ્રુપનો પ્રયત્ન...
તમામ પેટ્રોલ પંપની કંપનીનાં રેકોર્ડમાંથી, કયા નેતાઓનાં નામે કે પરિવારનાં સભ્યોનાં નામે કેટલા પેટ્રોલ પંપ ક્યાં છે તેનો રિપોર્ટ સંગઠને જ જાહેર કરવો જોઈએ..

આવા નેતાઓના નામે પેટ્રોલ પંપ હોય તો સોગંદનામાંથી પોતે સામેથી જાહેર કરવું જોઈએ..
પહેલા પેટ્રોલ પંપ અને પેવર બ્લોકનો વિવાદ છંછેડાયો. ત્યારબાદ પોલીસ ફરિયાદ. શહેર પૂર્વ પ્રમુખ ડો.વિજય શાહને ટાર્ગેટ કરવાના કાવતરાની હવે દિશા બદલાઇ ગઇ છે. હવે સમગ્ર મામલો રાજકીય બની ગયો છે તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. ડો.વિજય શાહને ટાર્ગેટ કરવા માટે નવો માણસ ઉભો કરાયો છે અને તેના ખભે બંદૂક મુકીને ડો.વિજય શાહ આગળ ના વધે તે માટે વિરોધી ગૃપ એક્ટિવ થઇ ગયું છે. ડો.વિજય શાહને પ્રદેશ ભાજપમાં મહત્વનો હોદ્દો મળે તેવી પ્રબળ સંભાવના છે ત્યારે વિજય શાહ પ્રદેશમાં પહોંચી ના શકે તે માટે વિરોધીઓ હવે અવનવા હથકંડા અપનાવી રહ્યા હોવાનું દેખાઇ રહ્યું છે. જે માણસ થોડા દિવસ પહેલા વિજય શાહના સોશિયલ મીડિયામાં વખાણ કરે તે જ માણસ હવે એક વર્ષ થી વધુ જુની બાબતોને લઇને વિજય શાહ સામે આરોપ લગાવે ત્યારે દાળમાં કાળુ હોય તેવી શંકા જાય તે સ્વાભાવિક છે. જે માણસે વિજય શાહની સામે આરોપ લગાવ્યા તે અત્યાર સુધી કેમ ચૂપ હતો અને અત્યારે જ કેમ તે અચાનક જાગ્યો અને વિજય શાહ સામે આરોપ કરવા લાગ્યો તે સમજી શકાય તેવી વાત છે. વિવાદની દિશા બદલાઇ ગઇ છે. પેટ્રોલ પંપ, પેવર બ્લોક અને પોલીસ ફરિયાદની વાતો હવે બાજુ પર રહી ગઇ છે અને વિજય શાહને પાડવાનો કારસો ચાલુ થઇ ગયો છે તેમ લાગી રહ્યું છે. આખો વિષય હવે બદલાઇ ગયો છે અને રાજકીય થઇ ગયો છે. વિજય શાહનું વિરોધી ગૃપ હવે એક થઇને ધમપછાડા કરી રહ્યું હોય તેમ લાગે છે. હવે જે થઇ રહ્યું છે તે રાજકીય લડાઇ વધુ જોવા મળી રહી છે. વિજય શાહ પ્રદેશમાં ના પહોંચે તે માટે વિરોધીઓ એક થઇ ગયા છે.
બરોડા કા ભી આપને કાફી કુછ અચ્છા કરને કો ચાહા હે ઓર કરકે દિખાયા હૈ...
ગત 12 જૂને જ્યારે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું ત્યારે મદદ માટે ડો. વિજય શાહ તત્કાળ અમદાવાદ પહોંચી ગયા હતા અને બચાવ કાર્યમાં મદદ કરી હતી. આ વખતે સોશિયલ મીડિયામાં આ જ વ્યક્તિ મનીષ ગોસ્વોમીએ ડો.વિજય શાહના વખાણ કર્યા હતા. તેણે પોતાની કોમેન્ટમાં લખેલું છે કે ખુબ સુંદર કાર્ય કર રહે હો સરજી આપ..બરોડા કા ભી આપને કાફી કુછ અચ્છા કરને કો ચાહા હે ઓર કરકે દિખાયા હૈ ઉસકા મે ગવાહ હું સર જી આપકા ખુબ ખુબ આભારી રહુંગા....હવે આ જ વ્યક્તિ ડો.વિજય શાહ સામને આરોપ લગાવી રહ્યો છે ત્યારે સમજી શકાય કે માત્ર બાર દિવસમાં તેનું અચાનક કેમ મન બદલાઇ ગયું તે સમજી શકાય તેમ છે.
યજ્ઞેશ શાસ્ત્રીની પત્નીને નાયરા કંપનીએ નોટિસ પણ ફટકારી હતીનો, ઘટસ્ફોટ
પેટ્રોલ પંપ વિવાદ ઉભો કરનારા યજ્ઞેશ શાસ્ત્રીના પત્ની મયુરીબેન યજ્ઞેશ શાસ્ત્રી અને વત્સલ પ્રમોદભાઇ શાહને ગત 2019ના વર્ષમાં વાઘોડીયાના વ્યારામાં આવેલા બાલાજી પેટ્રોલિયમ બાબતે નાયરા કંપનીએ શો કોઝ નોટિસ પણ ફટકારી હતીનો ઘટસ્ફોટ થયો છે. તેમના રીટેલ આઉટલેટમાં ગંભીર અનિયમીતતા જણાતા નાયરા કંપનીએ આ શો કોઝ નોટિસ ફટકારી ખુલાસો પુછ્યો હતો જેમાં એમએસ અને એચએસડીમાં ઓવરચાર્ચીંગ,( કંપનીએ નક્કી કરેલા ભાવ કરતા ગ્રાહકો પાસેથી વધુ ભાવ લેવા બાબતે) સેલ્સ મેનેજર સાથે મિબિહેન કરવું અને સહકાર ના આપવો જેવા આરોપો નાયરા કંપનીએ લગાવેલા હતા. ઇન્સ્પેક્શન અને ઓડિટમાં પણ કંપનીના અધિકારીઓને સાથ આપ્યો ન હતો. કંપનીનો બીજો હુકમ ના થાય ત્યાં સુધી પેટ્રોલ પંપને સસ્પેન્ડ કરાયો હતો. ત્યારબાદ કંપનીએ અન્યને ડીલરશીપ આપી હતી.
Reporter: admin