News Portal...

Breaking News :

ગુજરાતમાં ડાયરામાં મનોરંજન સાથે જ્ઞાન મેળવવા માટે હજારો લોકો આખી રાત ડાયરામાં જોડાય છે: મોદી

2024-12-29 13:32:00
ગુજરાતમાં ડાયરામાં મનોરંજન સાથે જ્ઞાન મેળવવા માટે હજારો લોકો આખી રાત ડાયરામાં જોડાય છે: મોદી


નવી દિલ્હી : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ “મન કી બાત” (Mann Ki Baat)કાર્યક્રમના 117માં સંબોધનમાં બંધારણને લઈને ઘણી વાતો કહી. 


આ દરમિયાન તેમણે મહાકુંભ અને પ્રયાગરાજનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે આપણા બંધારણ નિર્માતાઓએ આપણને જે બંધારણ સોંપ્યું છે તે સમયની કસોટી પર ખરું ઉતર્યું છે. તેમણે કહ્યું કે, 26 જાન્યુઆરી, 2025ના રોજ આપણા બંધારણને અમલમાં આવ્યાને 75 વર્ષ થશે. તે આપણા બધા માટે ગૌરવની બાબત છે.નાગરિકોને બંધારણની ધરોહર સાથે જોડવા વેબસાઈટ લોન્ચ દેશના નાગરિકોને બંધારણની ધરોહર સાથે જોડવા માટે http://constitution75.com નામની એક વિશેષ વેબસાઇટ પણ બનાવવામાં આવી છે. આમાં તમે બંધારણની પ્રસ્તાવના વાંચ્યા પછી તમારો વીડિયો અપલોડ કરી શકો છો. વિવિધ ભાષાઓમાં બંધારણ વાંચી શકશો. બંધારણ વિશે પ્રશ્નો પણ પૂછી શકો છો. પ્રધાનમંત્રીએ મન કી બાતના શ્રોતાઓને, શાળાઓમાં ભણતા બાળકો અને કોલેજમાં જતા યુવાનોને આ વેબસાઈટનો ભાગ બનવા વિનંતી કરી.


મન કી બાત કાર્યક્રમમાં તેમણે મહાકુંભની તૈયારીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, મહાકુંભની વિશેષતા માત્ર તેની વિશાળતામાં જ નથી, પરંતુ તેની વિવિધતામાં પણ છે. આ કાર્યક્રમમાં કરોડો લોકો એકઠા થાય છે. લાખો સંતો, હજારો પરંપરાઓ, સેંકડો સંપ્રદાયો, અસંખ્ય અખાડાઓ, દરેક વ્યક્તિ એક સાથે આવે છે. આ પ્રસંગ ક્યાંય ભેદભાવ જોવા નથી મળતો, કોઈ નાનો નથી, વિવિધતામાં એકતાનું આવું દ્રશ્ય દુનિયામાં બીજે ક્યાંય જોવા નહીં મળે.વડા પ્રધાન(PM Modi)એ ગુજરાતની ડાયરા(Dayra) પરંપરાનું ઉલ્લેખ કરતા કહ્યું કે ગુજરાતમાં ડાયરાની પરંપરા છે. મનોરંજન સાથે જ્ઞાન મેળવવા માટે હજારો લોકો આખી રાત ડાયરામાં જોડાય છે. આ ડાયરામાં લોકસંગીત, લોકસાહિત્ય અને રમૂજની ત્રિપુટી દરેકના મનને આનંદથી ભરી દે છે.વડાપ્રધાને કહ્યું કે ભાઈ જગદીશ ત્રિવેદીજી આ ડાયરાની પરંપરાના પ્રખ્યાત કલાકાર છે. હાસ્ય કલાકાર તરીકે ભાઈ જગદીશ ત્રિવેદીજીએ 30 વર્ષથી વધુ સમયથી પોતાનો પ્રભાવ જાળવી રાખ્યો છે. 2017 થી, જગદીશે વિવિધ સામાજિક કાર્યો પર લગભગ 9.25 કરોડ રૂપિયા પણ ખર્ચ્યા છે.હાસ્ય કલાકાર પોતાની વાતથી બધાને હસાવે છે, પરંતુ તે અંદરથી કેટલો સંવેદનશીલ છે તે જગદીશ ત્રિવેદીના જીવન પરથી સ્પષ્ટ થાય છે. વડા પ્રધાને ખાસ ઉલ્લેખ હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીના દીકરા મૌલિક ત્રિવેદી ફેસબુક પર પોસ્ટ લખીને વડા પ્રધાનનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી આજે “મન કી બાતમાં” મારા પપ્પા જગદીશ ત્રિવેદી વિશે સાડા ત્રણ મિનિટ બોલ્યા.

Reporter: admin

Related Post