વર્ષ 2020 થી ભૂમિ ફાઉન્ડેશનની શરૂઆત મોના પટેલે એકલા હાથે કરી હતી. અત્યાર સુધી ચાર ગામડાઓમાં ગરીબ બાળકોને તેઓ ભણાવી ચૂક્યા છે. વડોદરા જિલ્લામાં આવેલ સલાડ ગામથી શરૂઆત કરી હતી. ખાસ કરીને આંગણવાડીના 100 થી વધુ બાળકોને ભણાવી રહ્યા છે. ફક્ત પુસ્તકયુ જ્ઞાન નહીં પરંતુ એના સિવાય ક્રિએટિવ લાઈફ સ્ટાઈલ, સ્પોર્ટ્સ જેવી ઈત્તર પ્રવૃત્તિઓ કરાવતા હોય છે.
સલાડ ગામની જ્ઞાનયજ્ઞ હાઈ સ્કૂલમાં ધોરણ નવ અને દસમાંના વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કયો કોર્સ કરવાથી તેઓ આગળ વધી શકે છે તે જાણકારી આપતા હોય છે. તદુપરાંત આ મોટા વિદ્યાર્થીઓને વોકેશનલ ટ્રેનિંગ પણ આપતા હોય છે. તદુપરાંત વિદ્યાર્થીઓ ભણતર બાદ પોતાની જાતે આગળ વધી શકે પોતાનો વ્યવસાય વિકસાવી શકે અને પોતાની સ્કિલને સારી જગ્યા પર વાપરી શકે એવા ઉદ્દેશ્ય સાથે ટ્રેનિંગ આપતા હોય છે.
મોના પટેલે જણાવ્યું કે, દીકરીઓ માટે ખાસ વુમન એમ્પારમેન્ટના ક્લાસ ચલાવે છે, જેમાં તેમને સિલાઈ, બ્યુટી પાર્લરની વસ્તુઓ શીખવાડવામાં આવતી હોય છે. તદુપરાંત સખી પ્રોજેક્ટમાં પણ કાર્યરત છે. જેમાં ખાસ કરીને 10 દીકરીઓ જાતે કમાવા લાગી છે. તમામ બાળકોના વાલીઓ ખેતી કામ કરી રહ્યા છે અને તમામની ઈચ્છા છે કે તેમના બાળકો ભણીગણીને આગળ વધે અને પોતાના પગભર થાય. અને ખાસ કરીને આ ગામડાઓના વિદ્યાર્થીઓ શહેરી વિસ્તારમાં સરળતાથી આવી શકે તે માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળતી નથી, તેથી એક અપીલ છે કે વધારે લોકો જોડાય. વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધી છ બાળકોને ગામડામાંથી શહેરી વિસ્તારની શાળાઓમાં એડમિશન અપાવ્યું છે તથા તેમનું આવા જવાનો, ભણવાનો ખર્ચ બધો જ ઉપાડી લેવામાં આવ્યો છે અને અત્યાર સુધી 6 લાખ રૂપિયાની સ્કોલરશીપ આપી ચૂક્યા છે.
Reporter: News Plus