વડોદરા: શહેરનાં યુવાનો રામેશ્વર સાંઈનાથ મંદિર, અકોટા તથા વિશ્વામિત્રી સેવા સમિતિના અનિલભાઈ શાહ તથા વિમલભાઈ પરમાર તા. ૧૬-૧૧-૨૦૨૪, શનિવારના રોજ રાત્રે દસ વાગ્યે પદયાત્રાની શુરુઆત કરવાના છે.

તેઓ વડોદરાની પ્રજાના સુખાકારી માટે, શહેર ની વિશ્વામિત્રી નદી શુદ્ધ થાય, અને નદીમાં વસતા જળચર પ્રાણીઓ સુરક્ષિત રહે, પર્યાવરણની જાગૃતિ, હેરિટેજ બચાવો, વાઇલ્ડ લાઇફ અને ડોમેસ્ટિક એનિમલ વિશે જાગૃતિ ફેલાય તે સંકલ્પ સાથે તેઓ વડોદરા થી કેરલ માં આવેલ શબરીમાલા અય્યપા મંદિર સુધી પદયાત્રા કરશે. રસ્તા માં આવનાર તીર્થધામો નાં તેઓ દર્શન કરશે અને સંકલ્પ સિદ્ધ થાય તે માટે તેઓ પ્રાથના કરશે. રોજનાં તેઓ ૪૦ કિલોમીટર ચાલશે. અને રસ્તા માં તેઓ ડોમેસ્ટિક એનિમલની સેવા પણ કરશે.

અને વૃક્ષારોપણ પણ કરતા જશે વિશ્વામિત્રી સેવા સમિતિ આ ભાઈઓને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે. અને તેઓની પદયાત્રા અને સંકલ્પ જલ્દી સિદ્ધ થાય એ પ્રાથના કરીએ છીએ અને અનિલભાઈ શાહ તથા વિમલભાઈ પરમાર નાં કાર્ય થી બીજા લોકો ને પણ પ્રેરણા મળે અને વિશ્વામિત્રી નદી, જળચર જીવો, હેરિટેજ, પર્યાવરણ, વાઇલ્ડ લાઇફ અને ડોમેસ્ટિક એનિમલ વિશે લોકોમાં જાગૃતિ આવે એ માટે વિશ્વામિત્રી સેવા સમિતિ અને વિશ્વામિત્રી સેવા સમિતિ સાથે કાર્ય કરતી સંસ્થાઓ આશા રાખે છે.








Reporter: admin