News Portal...

Breaking News :

ઓર્લિયન્સમાં બોર્બોન સ્ટ્રીટ પર નવા વર્ષની ઉજવણી કરવા માટે લોકો એકઠા થયા ત્યારે એક ઝડપી પીકઅપ વ

2025-01-02 10:05:52
ઓર્લિયન્સમાં બોર્બોન સ્ટ્રીટ પર નવા વર્ષની ઉજવણી કરવા માટે લોકો એકઠા થયા ત્યારે એક ઝડપી પીકઅપ વ


ન્યૂ ઓર્લિયન્સ, અમેરિકામાં, નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ છે. ન્યૂ ઓર્લિયન્સમાં બોર્બોન સ્ટ્રીટ પર નવા વર્ષની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા ત્યારે એક ઝડપી પીકઅપ વેને તેમને કચડી નાખ્યા હતા. 


આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. હવે હુમલાખોર વિશે ઘણી સનસનીખેજ માહિતી સામે આવી છે. હુમલા બાદ રાષ્ટ્રપતિ જો બાઇડેને રાષ્ટ્રને સંબોધિત કરતા તેના પર શોક વ્યક્ત કર્યો અને તેને આતંકવાદી ઘટના ગણાવી હતી. હુમલાખોરને પોલીસે ઠાર માર્યો છે. તેની ઓળખ શમસુદ્દીન જબ્બાર તરીકે થઈ છે. સેનાએ માહિતી આપી છે કે જબ્બાર યુએસ આર્મીમાં સ્ટાફ સાર્જન્ટ તરીકે ફરજ બજાવી ચૂક્યો છે. તે 2007 થી 2015 વચ્ચે અફઘાનિસ્તાનમાં તૈનાત હતો. તે 2020 સુધી સેનામાં રહ્યો હતો. તેને સેના તરફથી ઘણા મેડલ પણ મળ્યા છે.


યુએસ પ્રશાસને બાદમાં હુમલાખોરની ઓળખ જાહેર કરી હતી અને સ્પષ્ટતા કરી કે તે અમેરિકન નાગરિક હતો. તે પોલીસની જવાબી કાર્યવાહીમાં ઠાર મરાયો હતો. તે અમેરિકાના ટેક્સાસમાં જન્મેલા અશ્વેત માણસ હતો. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બપોરે 3.15 વાગ્યે, અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં બર્બર સ્ટ્રીટ પર એક ઝડપી પીકઅપ ટ્રકે લોકોને કચડવાનું શરૂ કર્યું હતું. ડરના માર્યા લોકો ત્યાંથી ભાગવા લાગ્યા હતા. હુમલાખોરે યુ-ટર્ન લીધો અને જ્યાં વધુ લોકો હતા તે દિશામાં ટ્રક લઈ ગયો હતો. આ હુમલાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હુમલાખોરે તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ઘટનામાં બે પોલીસકર્મી પણ ઘાયલ થયા હતા.

Reporter: admin

Related Post