મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં ડ્રાઈવર દર્દીના ટાકા લેતો વિડીયો વાયરલ થયો હતો ત્યાર બાદ હડકંપ મચી જવા પામ્યો હતો. તંત્ર દ્વારા સરકારને એક રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો છે.
એસ.એસ.જી. હોસ્પિટલ કે જ્યારે વડોદરા શહેર, જિલ્લા રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યોના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર અર્થે અહીં આવતા હોય છે.આ હોસ્પિટલમાં ક્યારેક તબીબો, સ્ટાફ, સિક્યુરિટીને કારણે તો ક્યારેક ફાયર એન ઓ સી ને લઇને અનેકવાર વિવાદોમાં ઘેરાઇ છે ત્યારે થોડાક દિવસો અગાઉ વધુ એકવાર હોસ્પિટલમાં ઘોર બેદરકારી જોવા મળી હતી. જેમાં રાત્રિ દરમિયાન ઇમરજન્સી વિભાગમાં એક ખાનગી એમ્બયુલન્સના ડ્રાઇવર દર્દીના ટાંકા લેતો હોવાનો વિડિયો વાયરલ થતાં જ સમગ્ર હોસ્પિટલ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ વીડિયો વાઇરલ થતાં આ હોસ્પિટલની ભારે બદનામી થઇ હતી અને હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.રંજન ઐયર દ્વારા તાત્કાલિક તપાસના આદેશ અપાયો હતો.અને તપાસ કમિટીની નિમણૂંક કરવામાં આવી હતી.તપાસ કમિટી દ્વારા બે અલગ અલગ દિવસે મળીને તપાસ કરી હતી
જેમાં કયા કર્મચારીઓ ક્યાં કયા ફરજ ચૂક્યા, કોણે કોણે એમની ફરજમાં બજાવવાની ફરજ ચૂક્યા છે, રેસિડેન્ટ ડોક્ટર્સ તથા વર્ગ4 ના કર્મચારીઓ, સિક્યુરિટી સ્ટાફ,કન્સલ્ટન્ટ ની ચૂક નો અહેવાલ ડીનને રજૂઆત કરી હતી જેમાં પાંચ નર્સિંગ સ્ટાફ, રેસિડેન્ટ ડોક્ટરો સર્જિકલ યુનિટના કન્સલ્ટન્ટ તથા ફરજ પરના એમ.એલ.ઓ.ને નોટિસ ફટકારવામાં આવી છે સાથે જ આ તમામ બાબતો ટાંકા લેનાર, વિડિયો ઉતારનાર, ની રૂબરૂ બોલાવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં ટાંકા લેનાર ડ્રાઇવર અગાઉ કોઇ ખાનગી ડોક્ટરને ત્યાં કામ કરતો હોવાનું તથા દર્દીઓને મદદરૂપ થવા ની મહેચ્છા થી અહીં આવતો હોવાનું જણાવ્યું હતું સાથે સાથે તેણે જણાવ્યું હતું કે, ફરજ પરના સ્ટાફ, નર્સિંગ સ્ટાફને વાકેફ કર્યા હતા.
Reporter: admin