વડોદરા: દિવાળીપુરામાં 150 કરોડના ખર્ચે 4 વર્ષ પૂર્વે બનેલી નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગ ન્યાય મંદિરમાં ગઈકાલે બપોર બાદ એકાએક પીઓપી સીલિંગ પડી હતી, જેને પગલે વકીલો-અસીલોમાં ભય ફેલાયો હતો.
સદનસીબે ઘટનામાં જાનહાનિ થઈ નથી. ન્યાય મંદિરના મુખ્ય ગેટ થઈ પ્રવેશતાં અંદર આવેલા સ્વાગત કક્ષ સામે લિફ્ટ પાસેના પેસેજની ઉપર લગાવેલી પીઓપી સીલિંગ મંગળવારે સાંજે 4:30 વાગે ધડાકા ભર તૂટી પડી હતી. જેને પગલે ત્યાં હાજર વકીલો, કોર્ટ કર્મચારી અને અસીલોમાં ભાગદોડ થઈ હતી.
સીલિંગ તૂટવાના અવાજને પગલે કોર્ટ બિલ્ડિંગમાં હાજર લોકો દોડી આવ્યા હતા. વકીલ મંડળના કારોબારી સભ્ય વિરાજ ઠક્કરે આ અંગે ડિસ્ટ્રિક જજને રજૂઆત કરવાનું નક્કી કર્યું છે.
Reporter: admin