સાવલીના રસિકલાલ આઝાદ ચોક લાયબ્રેરી પાસેથી મુસ્લિમ સમાજના યુવકો એ મૌન રેલી સ્વરૂપે વકફ સુધારા કાયદાનો અને યુસીસીનો વિરોધ કરવામાં આવ્યો.

મોટી સંખ્યા માં મુસ્લિમ સમાજના યુવાનો જોડાઈને યુસીસી અનેવકફ સુધારા કાયદાનો વિરોધ કરવામાં આવ્યો. સાવલી તાલુકા સેવાસદન પહોંચીને મામલતદાર જે.વી પટેલ સાહેબને આ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું. આ કાયદો સરકાર પાછો નહીં ખેંચે તો અમે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનો કરીશું. રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવલી પોલીસ તથા વિવિધ પોલીસ એજન્સીઓ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.



Reporter: admin