News Portal...

Breaking News :

કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 15000 ઘન મીટર માટી બહાર કાઢવામાં આવી

2025-04-19 16:54:03
કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 15000 ઘન મીટર માટી બહાર કાઢવામાં આવી


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન પૂરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે હાલ છેલ્લા કેટલાક દિવસોથી વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે, અત્યાર સુધીમાં 15000 ઘન મીટર માટી બહાર કાઢવામાં આવી છે. 


100 દિવસનો આ પ્રોજેક્ટ છે, જે 10 જૂન સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. હજી વધુ મશીન અને મેનપાવર કામે લગાડવામાં આવશે. હાલ નદીમાં ડીસીલ્ટીંગની કામગીરી દરમિયાન નદી કિનારે જે મોટા અને અડચણરૂપ ડેબ્રીઝ પોઇન્ટ છે તે દૂર કરવામાં આવી રહ્યા છે. જેમાં સૌથી મોટો પોઇન્ટ મંગલ પાંડે રોડ પર નદી કિનારે આવેલો છે, તે દૂર કરવાનું કામ પ્રગતિમાં છે. વિશ્વામિત્રીની કામગીરી દરમિયાન લોકોના જે કોઈ મંતવ્યો આવે તે કામગીરીમાં સમાવી લેવા પ્રયાસ કરવામાં આવ્યો છે, તેમ તંત્રનું કહેવું છે. 


આ કામગીરી દરમિયાન નદીના બંને ડાબે અને જમણે કિનારે એટલે કે 48 કિલોમીટરનું ડ્રેજીંગ થવાનું છે, કામગીરી પૂર્વે વન  અને ઝૂ વિભાગ તેમજ સ્વયંસેવકોની ટીમ સર્વે કરે છે, અને આગળ જળચર છે કે કેમ તેની તકેદારી રાખે છે, જ્યાં તેઓના નેસ્ટ જણાય ત્યાં રેડફ્લેગ લગાવી દેવામાં આવે છે, જેથી ખોદકામ દરમિયાન સાવચેતી રાખી શકાય. ડ્રેજીંગની કામગીરી બાદ દર પાંચ સાત વર્ષે આ પ્રકારનું સિલ્ટીંગ થતું હોવાથી કામ કરવું પડે છે, પરંતુ એક વખત ડિસીલ્ટીંગ થઈ ગયા બાદ જો નિયમિત સફાઈની કાળજી લેવામાં આવે તો પછી વાંધો આવતો નથી, તેવું તંત્રનું માનવું છે.

Reporter: admin

Related Post