News Portal...

Breaking News :

બ્રિટનમાં સામાન્‍ય ચૂંટણીઓ યોજાઈ કન્‍ઝર્વેટિવ પાર્ટી અને લેબર પાર્ટી વચ્ચે જંગ જામશે

2024-07-04 20:54:58
બ્રિટનમાં સામાન્‍ય ચૂંટણીઓ યોજાઈ કન્‍ઝર્વેટિવ પાર્ટી અને લેબર પાર્ટી વચ્ચે જંગ જામશે





લંડન :બ્રિટનમાં આજે સામાન્‍ય ચૂંટણી છે. કન્‍ઝર્વેટિવ પાર્ટીના ભારતીય મૂળના ઋષિ સુનક અને લેબર પાર્ટીના કીર સ્‍ટારર વડાપ્રધાન પદ માટે જંગ જામશે.
આજે ૫ કરોડ મતદારો આગામી ૫ વર્ષ માટે બ્રિટનનું ભવિષ્‍ય નક્કી કરવા માટે સાંસદોને ચૂંટશે. પીએમ સુનકે ૨૨ મેના રોજ દેશમાં ચૂંટણીની જાહેરાત કરી હતી. આ ચૂંટણીઓ નિર્ધારિત સમય કરતાં ૬ મહિના પહેલા યોજાઈ રહી છે.




બ્રિટનમાં મતદાન ભારતીય સમય મુજબ ૧૧.૩૦ વાગ્‍યે પ્રારંભ થયો છે. જે રાત્રે ૧૦ વાગ્‍યે (ભારતીય સમય મુજબ ૨.૩૦ વાગ્‍યે) સમાપ્ત થશે. બ્રિટનમાં બેલેટ પેપર દ્વારા મતદાન થાય છે. બ્રિટનના નાગરિકો જ નહીં પરંતુ યુકેમાં રહેતા કોમનવેલ્‍થ દેશોના નાગરિકો જેમ કે ભારતીય, પાકિસ્‍તાની, ઓસ્‍ટ્રેલિયન પણ બ્રિટિશ ચૂંટણીમાં મતદાન કરી શકે છે.
મતદાન પૂરૂં થયા પછી તરત જ વિવિધ મીડિયા હાઉસ એક્‍ઝિટ પોલ આપવાનું શરૂ કરશે. દેશના મતદાન મથકો પર આખી રાત મત ગણતરી ચાલશે. આ પછી, ૫ વહેલી સવારે, તે સ્‍પષ્ટ થઈ જશે કે ચૂંટણીમાં કયો પક્ષ જીત્‍યો.




૨૦૧૯માં ૬૭.૩% મતદાન થયું હતું. ત્‍યારબાદ સુનાકની કન્‍ઝર્વેટિવ પાર્ટીને ૩૬૫ સીટો, કીર સ્‍ટારમરની લેબર પાર્ટીને ૨૦૨ સીટો અને લિબરલ ડેમોક્રેટ્‍સને ૧૧ સીટો મળી હતી. આ વખતે લગભગ તમામ સર્વેમાં કન્‍ઝર્વેટિવ પાર્ટીની કારમી હારની આગાહી કરવામાં આવી છે. YouGov ના સર્વે અનુસાર, લેબર પાર્ટીને ૪૨૫ બેઠકો, કન્‍ઝર્વેટિવને ૧૦૮ બેઠકો, લિબરલ ડેમોક્રેટ્‍સને ૬૭ બેઠકો અને SNPને ૨૦ બેઠકો મળી શકે છે.
બ્રિટિશ રાજકારણમાં ભારતીય મૂળના સૌથી યુવા અને પ્રથમ વડાપ્રધાન ઋષિ સુનકની લોકપ્રિયતામાં ઘટાડાનું સૌથી મોટું કારણ ત્‍યાંનું અર્થતંત્ર રહ્યું છે. વાસ્‍તવમાં પોતાના દોઢ વર્ષના કાર્યકાળમાં સુનક અર્થતંત્રને પાટા પર લાવવામાં નિષ્‍ફળ રહ્યા છે.

Reporter: News Plus

Related Post