વડોદરા : હાલમાં વડોદરાની શહેર પોલીસના ઝોન-2 એલસીબી સ્ક્વોડ દ્વારા એક મહત્વપૂર્ણ અને ચોંકાવનારી કાર્યવાહી કરવામાં આવી છે.

જેમાં વ્હેલ માછલીની ઉલ્ટી, જેને “એંબેરગ્રીસ” તરીકે ઓળખવામાં આવે છે, તેનું કાયદેસર વિરુદ્ધ વેચાણ કરતાં તસ્કરોની ટોળકી ઝડપી પાડવામાં આવી છે. ટોળકી બિલ કેનાલ પાસે ધ માર્ક કોમ્પ્લેક્સ ના ગ્રાઉન્ડ પાસે થી પકડાઈ હતી. એંબેરગ્રીસ એ સમુદ્રી વ્હેલના પાચનતંત્રમાંથી ઉત્પન્ન થતું દુર્લભ અને કિંમતી પદાર્થ છે, જે મોટા ભાગે વિદેશી પરફ્યુમ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાય છે. તેની કિંમત લાખો રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.

ભારતમાં એંબેરગ્રીસનું રાખવું, ખરીદવું કે વેચવું બન્ને ગેરકાયદેસર છે.વડોદરા શહેરના અટલાદરા વિસ્તારોમાંથી મળેલી ગુપ્ત માહિતીના આધારે ઝોન-2 એલસીબીની ટીમે એક ઓપરેશન હાથ ધર્યું. બાતમીના આધારે દરોડાની કાર્યવાહી દરમિયાન, પથ્થર જેવા દેખાતા પદાર્થ સાથે 6 શંકાસ્પદ શખ્સો ઝડપાયા. આ પદાર્થ શંકાસ્પદ એંબેરગ્રીસ છે, જે લગભગ 5 કિલોગ્રામ થી પણ વધારે છે. આરોપીઓ સુરેન્દ્ર સિંહ ચાવડા, ગૌતમ વસાવા, દીપક રબારી, સૂરજ સિંગ કાંબોજ, રાજુ ઉર્ફે સંજય ભરવાડ,સિધાર્થ ઉર્ફે સન્ની તડવી ની અટકાયત કરવામાં આવી અને આગળ ની તપાસ હાથ ધરી છે.
Reporter: admin