News Portal...

Breaking News :

બાકરોલ ગામે એક મકાન પાસે શિયાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

2025-02-16 14:39:34
બાકરોલ ગામે એક મકાન પાસે શિયાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું


વડોદરાની આસપાસના ગામોમાં શિયાળ પણ આવી રહ્યા હોવાથી ફોરેસ્ટ વિભાગ દ્વારા તેમનું પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. 


વડોદરા અને આસપાસના વિસ્તારમાં મગરો, અજગર તેમજ દીપડા મળી આવવાના વારંવાર બનાવ બની રહ્યા છે ત્યારે ગઈકાલે વાઘોડિયા તાલુકામાં બાકરોલ ગામે એક મકાન પાસે શિયાળ આવી જતા લોકો ભેગા થઈ ગયા હતા. 


સારા નસીબે શિયાળે કોઈના ઉપર હુમલો કર્યો ન હતો.આ અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરાતા જીવ દયા સંસ્થાના કાર્યકરોને ગામમાં મોકલી શિયાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેને સુરક્ષિત સ્થાને છોડવા માટે તજવીજ કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post