News Portal...

Breaking News :

સમૂહ લગ્નમાં ગયેલી મહિલા નું 60 હજારની સોનાની ચેન ઝૂટવી ગઠિયો ભાગી ગયો

2025-02-16 14:34:17
સમૂહ લગ્નમાં ગયેલી મહિલા નું 60 હજારની સોનાની ચેન ઝૂટવી ગઠિયો ભાગી ગયો


વડોદરા : સાવલી તાલુકાના ભાદરવા ગામમાં ગઈકાલે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. 


આ સમૂહ લગ્નમાં હાજરી આપવા માટે આણંદ જિલ્લાના સારસા ગામે રહેતા 62 વર્ષીય સુશીલાબેન દિનેશભાઈ ભાટીયા તેમના ગામના દક્ષાબેન સાથે ભાદરવા આવ્યા હતા. તેઓ ભાદરવા ચોકડીથી પ્રથમપુરા ગામ તરફ જવાના રસ્તા પર થઈ સમૂહ લગ્નના સ્થળે જતા હતા 


ત્યારે આરઓ પ્લાન્ટની નજીક ભીડભાળવાડી જગ્યાનો લાભ ઉઠાવી કોઈ ગઠિયો સુશીલાબેનના ગળામાં પહેરેલી બિસ્કીટ ભાતની રૂપિયા 60 હજાર કિંમતની સોનાની ચેન ઝૂટવી ભાગી ગયો હતો. સુશીલાબેને બુમાબુમ કરવા છતાં અછોડાતોડ ઝડપાયા ન હતા. આ અંગે ભાદરવા પોલીસે તપાસ હાથ ધરી છે.

Reporter: admin

Related Post