વડોદરા: શહેરમાં રેલવે અને પાલિકા વચ્ચે વડોદરાની જનતા પીસાઈ રહી છે.
દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલ તરફ 41 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થવાનો હતો હતો. પરંતુ હાલ આ બ્રિજની કામગીરી ખોરંભે ચડી છે.પાલિકા રેલવે વિભાગને ખો આપી રહી છે. ત્યારે પાલિકા અને રેલવે વિભાગના વિવાદો વચ્ચે જનતા પારાવાર હાલાકીનો સામનો કરી રહી છે.
5 વર્ષ પહેલા બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યુ ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા 2022માં બ્રિજ પૂર્ણ કરવાના બેનર લગાવવામાં આવ્યા હતા. પરંતુ 2024 વિતવા છતા બ્રિજની કામગીરી અધ્ધરતાલ હોઇ સ્થાનિકો હાલાકી વેઠી રહ્યા છે.
Reporter: admin