News Portal...

Breaking News :

આત્મહત્યા કરનાર વિદ્યાર્થિનીના મૃતદેહને મુંબઈ ખાતે થી બાંગ્લાદેશ લઈ જવાયો

2025-01-31 12:03:07
આત્મહત્યા કરનાર વિદ્યાર્થિનીના મૃતદેહને મુંબઈ ખાતે થી બાંગ્લાદેશ લઈ જવાયો


વડોદરા :શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતી અને MS યુનિવર્સિટીમાં ફાર્મસીનો અભ્યાસ કરતી બાંગ્લાદેશી વિદ્યાર્થિની મોહોના મોન્ડાલે પોતાના રૂમમાં પંખા સાથે ઓઢણીથી ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. 


વડોદરાથી એમ્બ્યુલન્સ મારફતે વિદ્યાર્થિનીના મૃતદેહને મુંબઈ ખાતે લઈ જવાયો છે. જ્યાંથી ફ્લાઈટમાં મૃતદેહને બાંગ્લાદેશ લઈ જવાયો મુંબઈથી એમ્બ્યુલન્સ વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે આવી હતી. જ્યાં તમામ પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ, વાઈસ ચાન્સેલર અને યુનિવર્સિટીના સંગઠનોએ વિદ્યાર્થિની મોહોનાને પુષ્પાંજલિ અર્પી હતી. આ સમયે સૌ કોઈની આંખમાં આંસુ હતા. મૃતક વિદ્યાર્થિનીની બાંગ્લાદેશી સહેલીઓ એકબીજાના આંસુ લૂછતી જોવા મળી હતી. આ સમયે સયાજી હોસ્પિટલમાં હૃદયદ્રાવક દ્રશ્ય જોવા મળ્યા હતા.


એમ્બ્યુલન્સમાં બરફ વચ્ચે મૃતદેહને મુકવામાં આવ્યો હતો. રાત્રે 10 વાગ્યે મૃતદેહને મુંબઈ ખાતે મોકલવામાં આવ્યો હતો. જ્યાંથી ફ્લાઈટમાં મૃતદેહને બાંગ્લાદેશ લઈ જવાશે. MS યુનિવર્સિટીમાં ફાર્મસીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું દુઃખદ અવસાન થયું છે. જેનું અમને ખૂબ જ દુઃખ છે. અમે વિદ્યાર્થિનીના મૃતદેહને બાંગ્લાદેશ મોકલી રહ્યા છીએ. ડેપ્યુટી હાઈ કમિશન ઓફ બાંગ્લાદેશ ઈન ઇન્ડિયા, ડેપ્યુટી હાઈ કમિશન ઓફ ઇન્ડિયા ઇન બાંગ્લાદેશ અને ICCRના સંપર્કથી અમે આ વ્યવસ્થા કરી છે. આજે વડોદરાથી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને મુંબઈ મોકલવામાં આવ્યો છે અને મુંબઈથી ફ્લાઈટમાં મૃતદેહ શ્રીલંકાના કોલંબો ખાતે પહોંચશે અને ત્યાંથી બાંગ્લાદેશના ઢાંકા ખાતે લઈ જવાશે.

Reporter: admin

Related Post