News Portal...

Breaking News :

બંગાળ વિધાનસભામાં રજૂ કરેલું એન્ટી રેપ બિલને ભાજપે સમર્થન આપ્યું

2024-09-03 17:52:57
બંગાળ વિધાનસભામાં રજૂ કરેલું એન્ટી રેપ બિલને ભાજપે સમર્થન આપ્યું


કોલકોતા : મમતા બેનર્જી સરકારે મંગળવારે બંગાળ વિધાનસભામાં રજૂ કરેલું એન્ટી રેપ બિલને ભાજપે પણ સમર્થન આપ્યું છે. 


આ બિલના ડ્રાફ્ટમાં બળાત્કાર પીડિતાનું મૃત્યુ થાય અથવા બેભાન થાય તો આવા ગુનેગારો માટે મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે. મમતા સરકારના આ બિલને વિરોધ પક્ષ ભાજપે પણ સમર્થન આપ્યું છે. આ ઉપરાંત ડ્રાફ્ટમાં બળાત્કાર અને ગેંગરેપના દોષિતને આજીવન કેદની સજા કરવામાં આવે તેવી જોગવાઈ છે. વેસ્ટ બંગાળ ક્રિમિનલ લૉ એન્ડ એમેન્ડમેન્ટ બિલ 2024 (અપરાજિતા મહિલા અને બાળક બિલ) નામના પ્રસ્તાવિત કાયદાનો ઉદ્દેશ્ય બળાત્કાર અને જાતીય અપરાધો સંબંધિત નવી જોગવાઈઓનો સમાવેશ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષાને વધારવાનો છે. 


મમતા બેનર્જીએ આ બિલને ઐતિહાસિક ગણાવ્યું હતું.ગત મહિને કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટરના રેપ અને મર્ડરની ઘટના બની હતી. આ ઘટનાનો દેશવ્યાપી વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે રાજ્યના કાયદા પ્રધાન મલય ઘટક દ્વારા પ્રસ્તાવિત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. હવે આ બિલ પર ચર્ચા થશે. આ ખરડો જે ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને જાતીય અપરાધોથી બાળકોનું રક્ષણ અધિનિયમ 2012 હેઠળ સંબંધિત જોગવાઈમાં સુધારો કરવા માંગે છે.

Reporter: admin

Related Post