દેશમાં જ્યાં ઠેર ઠેર વરસાદને કારણે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. લોકો હવે વરસાદ રોકાય એની રાહ જોઈ રહ્યા છે
ત્યાં પૃથ્વી પર કહેવાતું સ્વર્ગ કશ્મીર જ્યાં કાયમ માટે ઠંડુ વાતાવરણ હોઈ છે ત્યાં ગરમીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળે છે.ત્યાંના રહેવાસી ગરમી માં લૂ ના કારણે પરેશાન થઇ રહ્યા છે. ગરમીમાં લોકો ફરવા માટે કશ્મીર, ઉત્તરાખંડ જવાનું પસંદ કરે છે , કારણકે ત્યાં ઠંડુ વાતાવરણ હોય છે અને કુદરતી સૌંદર્ય પણ જોવા મળે છે .
કશ્મીર ધરતી પરનું સ્વર્ગ તરીકે ઓળખાય છે. હાલ ત્યાં ગરમીના કારણે સ્કૂલો માં રજા આપવામાં આવી છે. ૨૯ અને ૩૦ જુલાઈએ કશ્મીરની તમામ શાળાઓમાં રજા આપવાનું ડિવિઝનલ કમિશનર વી. કે. બિધૂડીએ કહ્યું છે. સ્થાનિક દ્વારા જાણવામાં આવ્યું છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. હાલ કશ્મીરના લોકો ગરમી થી બચવા બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
Reporter: admin