News Portal...

Breaking News :

ધમકી આપવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી પકડાયો

2024-12-07 11:45:34
ધમકી આપવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી પકડાયો


વડોદરા : પાઇપ,તીક્ષ્ણ હથિયાર,ધારીયા વડે ઇજાઓ પહોંચાડી ધમકી આપવાના ગંભીર ગુનામાં સંડોવાયેલ અને સાડા ચાર મહીનાથી નાસતા ફરતા આરોપીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચએ શોધી કાઢ્યો છે. 


એક ઇસમ નામે મહંમદઝેન ઉર્ફે ભુરીયો મહંમદરફીક પઠાણ રહે. ફતેપુરા, ધુળધોયાવાડ કુંભારવાડા નાકા પાસે વડોદરાનાને પાણીગેટ આર્યુવેદીક ત્રણ રસ્તા પાસેથી જાહેરમાંથી શોધી કાઢવામાં આવેલ. આ પકડાયેલ આરોપીની પ્રાથમીક પુછપરછ અને આરોપી અંગે ખાત્રી તપાસ દરમ્યાન આ આરોપી ઇસમ વડોદરા શહેરના કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ શરીર સંબધી ગુનાઓમાં સંડોવાયેલાનુ અને આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે છેલ્લા સાડા ચાર મહીનાથી નાસતો ફરતો હોવાનું જણાઇ આવતા જેથી સદર ઇસમને ગુનાની વધુ તપાસ માટે કુંભારવાડા પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે.


આ પકડાયેલ આરોપી સામે તા.૨૦જુલાઈ ૨૦૨૪ ના રોજ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની ટુંક વિગત જોતાં આ મુજબ છે. આ કામના આરોપીએ ફરીયાદી સાથે પૈસાની લેવડદેવડ બાબતે તા. ૨૦જુલાઈ ૨૦૨૪ ના રાત્રીના કલાક ૦૧/૩૦ વાગે ફતેપુરા સુથાર ફળીયાના નાકે આમલેટની લારી પાસે ગમે તેમ ગંદી ગાળો બોલી ઝઘડો કરી ફરીયાદી ને આરોપી નં.(૧) અઝહરનાએ માથાના ભાગે પાઈપ મારી આરોપી નં.(૨) ઝૈનનાએ જમણા હાથની આંગળી તથા કોણીના ભાગે તલવાર મારી તથા આરોપી નં (૩) જુનૈદનાએ ધારીયા જેવા તિક્ષ્ણ હથીયાર વડે માથાના ભાગે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ એકબીજાની મદદગારી કરી હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી નાસી જઈ ગુનો કરેલ. આરોપીઓ સામે આ ગુનો નોંધાતા આ પકડાયેલ આરોપી ઝેન પઠાણ આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે ફરાર જતા જેના કારણે આ આ આરોપીને નાસતે ફરતો જાહેર કરવામાં આવેલ. આ આરોપી ઝેન પઠાણનો સાડા ચાર મહીના જેટલો સમય નાસતો ફરતો રહ્યા બાદ  હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને શોધી કાઢવામાં આવેલ છે.

Reporter: admin

Related Post