વડોદરા : અમેરીકાના કેમીકલ એન્જીનીયર તરીકેની ખોટી ઓળખ ઉભી કરી ઇંસ્ટાગ્રામ પર ફેક આઇડીથી યુવતી સાથે મિત્રતા કરી અલગ અલગ બહાને નાણાકીય છેતરપિંડી કરતા ૦૩ નાઇઝીરીયન ઇસમોની દિલ્હી ખાતેથી વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે.
વડોદરા શહેર દ્વારા ઉપરોક્ત બહાના હેઠળ લોકોને છેતરતા ૦૩ નાઇઝીરીયન ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ ફરિયાદ આપેલ કે તેઓને અજાણ્યા ઇંસ્ટાગ્રામ આઇડી પરથી પર વાતચીત શરુ કરેલ. જેમાં સામાવાળાએ પોતે અમેરીકાથી છે અને કેમીકલ એંજીનીયર છે તેમ જણાવેલ. તેમજ હાલમાં UNITED KINGDOM માં હાર્બર એનર્જીમાં કામ કરે છે અને આસામ ખાતે દિગ્બોઇ પ્લાંટમાં નોકરી કરવા આવવાના છે તેમ જણાવેલ. ત્યારબાદ ફરિયાદી સામેવાળાના વિશ્વાસમાં આવવા લાગેલ અને મોબાઇલ નંબર આપેલ. સામેવાળાને દિગ્બોઇ ખાતે મશીનરી લેવાની હોય કરિયાદી પાસેથી પૈસા માંગતા ફરિયાદીએ સામેવાળાને પૈસા મોકલી આપેલ.
ત્યારબાદ સામેવાળાએ પોતાને દિગ્બોઇ ખાતે નોકરી મળેથી પોતાનું પાર્સલ કે જેમાં કપડા તેમજ ઓરીજીનલ ડોક્યુમેંટને રીસીવ કરવા ફરિયાદી પાસેથી નાણા ટ્રાંસ્ફર કરાવેલ. આમ, ફરિયાદી પાસેથી અલગ અલગ બહાને વારંવાર નાણાની માંગણી કરતા પોતાની સાથે રૂપિયા. ૨,૬૨,૨૭૦ રકમની છેતરપિંડી થયેલ છે તેવું જણાતા આ બાબતેની ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કલમ ૪૨૦,૧૨૦(બી), ૧૧૪ અને આઈ. ટી. એક્ટ કલમ ૬૬(ડી) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.સાયબર ક્રાઇમ દ્વારા ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસની મદદથી તપાસ કરી રેકી કરીને વૉચમાં રહીને બુરારી,દિલ્હી ખાતેથી ટીમ દ્વારા ૩ નાઇઝીરીયન આરોપીઓની ધડપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
Reporter: admin