News Portal...

Breaking News :

ટાટા ગ્રુપ સતત 18મા વર્ષે દેશનું સૌથી મૂલ્યવાન બ્રાન્ડ, અદાણી ગ્રુપે પહેલીવાર ટોપ-10માં બનાવી જગ્યા

2026-07-14 16:29:18
ટાટા ગ્રુપ સતત 18મા વર્ષે દેશનું સૌથી મૂલ્યવાન બ્રાન્ડ, અદાણી ગ્રુપે પહેલીવાર ટોપ-10માં બનાવી જગ્યા

ટાટા ગ્રુપે સતત 18મા વર્ષે દેશના સૌથી મૂલ્યવાન (Most Valuable) બ્રાન્ડ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. Brand Finance India 100-2026 રિપોર્ટ અનુસાર ઇલેક્ટ્રોનિક્સ, સેમીકન્ડક્ટર, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા ક્ષેત્રોમાં સતત રોકાણના કારણે ટાટા ગ્રુપે પોતાની બ્રાન્ડ વેલ્યૂમાં વધુ વધારો નોંધાવ્યો છે.


રિપોર્ટ મુજબ ભારતના ટોચના 100 સૌથી મૂલ્યવાન બ્રાન્ડ્સની કુલ બ્રાન્ડ વેલ્યૂ વર્ષ દરમિયાન 7 ટકા વધીને અંદાજે 253 અબજ ડોલર (25.3 બિલિયન ડોલર) સુધી પહોંચી છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતીય કોર્પોરેટ ક્ષેત્રની મજબૂત સ્થિતિનું આ મહત્વપૂર્ણ પ્રતિબિંબ માનવામાં આવે છે.

ટોપ-10 બ્રાન્ડ્સમાં નવ કંપનીઓની બ્રાન્ડ વેલ્યૂમાં વધારો નોંધાયો છે. ટાટા ગ્રુપની બ્રાન્ડ વેલ્યૂમાં 12 ટકાનો વધારો થયો છે. બીજી તરફ HDFC ગ્રુપની બ્રાન્ડ વેલ્યૂમાં 2 ટકાનો ઘટાડો થયો હોવા છતાં તે ચોથા ક્રમે યથાવત રહ્યું છે.


રિલાયન્સ ગ્રુપ 11 ટકાના વધારા સાથે પાંચમા સ્થાને રહ્યું છે, જ્યારે SBI ગ્રુપ છઠ્ઠા અને HCLTech સાતમા ક્રમે છે. અદાણી ગ્રુપે પ્રથમ વખત ટોપ-10માં પ્રવેશ કરીને આઠમું સ્થાન મેળવ્યું છે. તેની બ્રાન્ડ વેલ્યૂમાં 31 ટકાનો વધારો નોંધાયો છે, જેનું મુખ્ય કારણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, એરપોર્ટ, લોજિસ્ટિક્સ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં થયેલું વિસ્તરણ છે.


લાર્સન એન્ડ ટુબ્રો (L&T) નવમા અને ભારતી એરટેલ દસમા ક્રમે રહ્યા છે.

ટોપ-10ની બહાર સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાવનાર બ્રાન્ડ તરીકે સુઝલોન એનર્જી સામે આવ્યું છે. કંપનીની બ્રાન્ડ વેલ્યૂમાં 114 ટકાનો વધારો થયો છે, જેનું મુખ્ય કારણ મજબૂત ઓર્ડર બુક, કામગીરીમાં સુધારો અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં વધતી માંગ છે.


બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (BSI) મુજબ તાજ હોટેલ્સ સતત પાંચમા વર્ષે દેશનું સૌથી મજબૂત બ્રાન્ડ રહ્યું છે. જ્યારે Zomato અને Amul અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા છે. IT ક્ષેત્રમાં TCS દેશનું સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બની રહ્યું છે અને સતત પાંચમા વર્ષે વિશ્વનું બીજું સૌથી મૂલ્યવાન IT સર્વિસ બ્રાન્ડ તરીકે સ્થાન જાળવી રાખ્યું છે.

Reporter: admin

Related Post