વડોદરા : હરણી વિસ્તારમાં સામાજિક કાર્યકર સંધ્યા પાઠક દ્વારા હરણીના મહંત ગીરી મહારાજ ગોસ્વામીના સ્વકંઠે સુંદરકાંડનું આયોજન રાધેશ્યામ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેરમાં આકસ્મિક બનાવો બની રહ્યા છે વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે જેમાં નિર્દોષ નાગરિકો નો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે વડોદરા ના હરણી વિસ્તારમાં આવેલા સામાજિક કાર્યકર સંધ્યા પાઠક અને તેમની ટીમ દ્વારા હરણી વિસ્તારના નાગરિકો માટે એક ભવ્ય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેથી વડોદરા શહેરમાં શાંતિ સુરક્ષા અને ભગવાનના આશીર્વાદ બન્યા રહે તે માટે એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સુંદરકાંડ માં વડોદરા શહેરના તમામ સામાજિક કાર્યકરોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં હારની વિસ્તારના નાગરિકો આ સુંદરકાંડના પાઠમાં ઉપસ્થિત રહ્યા હતા.




Reporter: admin