News Portal...

Breaking News :

સન ફાર્મા રોડ પર દોડતી કારમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો

2026-07-28 12:14:36
સન ફાર્મા રોડ પર દોડતી કારમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો

વડોદરા શહેરના સન ફાર્મા રોડ પર દોડતી ફોર વ્હીલર કારમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સત્સંગ પાર્ટી પ્લોટ નજીક બનેલી ઘટનામાં કાર આગની લપેટમાં આવી ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવી ઝડપી કામગીરી હાથ ધરી હતી.

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે કારને મોટું નુકસાન પહોંચ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post