News Portal...

Breaking News :

પૈસાનો આટલો બધો અહમ કે તમે મોતનો મલાજો પણ જાળવી ના શક્યા ?

2025-06-14 10:04:12
પૈસાનો આટલો બધો અહમ કે તમે મોતનો મલાજો પણ જાળવી ના શક્યા ?


બીસીએના માલેતુજાર હોદ્દેદારો માણસાઇ ભુલ્યા અને રંગારંગ કાર્યક્રમ યોજ્યો...
અમદાવાદમાં ભયાનક વિમાની દૂર્ઘટના સર્જાઇ અને 265 લોકોના મોત થયા હોવા છતાં બરોડા ક્રિકેટ એસોસિએશનના માલેતુજાર હોદ્દેદારોએ સહેજ પણ સંવેદના કે લાગણી રાખ્યા વગર જ રંગારંગ કાર્યક્રમ યોજીને ટ્રોફી અનવેઇલ કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આટલી મોટી દૂર્ઘટના સર્જાઇ છે અને આખો દેશ જ્યારે સ્તબ્ધ અને શોકમાં છે ત્યારે બરોડા ક્રિકેટ એસોસિએશને રંગારંગ કાર્યક્રમ કરીને પોતાની સંવેદનહીનતાનો પરચો આપી દીધો છે. જો સામાન્ય માણસ પણ અમદાવાદની દૂર્ઘટનાથી વ્યથિત હોય તો પછી બરોડા ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો કેમ માનવતા ચુકી ગયા તે સવાલ ઉભો થાય છે. અમદાવાદની દૂર્ઘટનામાં વડોદરાના 27 મૃતકોનો પણ સમાવેશ થાય છે. શહેર આખુ આ મૃતકોના પરિવારની સાથે ઉભુ છે અને સંવેદના પ્રગટ કરી રહ્યું છે ત્યારે બરોડા ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો પોતાની માણસાઇ ભુલી ગયા હતા. ટ્રોફીને અનવેઇલ તો બીજા કોઇ દિવસે પણ કરી શકાત અને તેનો સમય ફેરફાર કર્યો હોત તો પણ ચાલી શકત પણ મોતનો મલાજો તો જાળવવો હતો. બીસીએના હોદ્દેદારોને ખબર નહી હોય કે આટલી મોટી દૂર્ઘટના સર્જાઇ છે અને 265 લોકો ભડભડ અગ્નિમાં હોમાઇ ગયા છે. નિર્દોષ મેડિલ વિદ્યાર્થીઓના પણ મોત થયા છે. આ ઘટનાના વીડિયો જુવો તો પણ તે ઘટના કેટલી ભયંકર હતી તેનો અંદાજ આવી જાત પણ પૈસાના અહમમાં રાચતા બીસીએના હોદ્દેદારોને પૈસા સિવાય કંઇ દેખાતું નથી તે પુરવાર થઇ ગયું છે. ટ્રોફિનો અનવેઇલ કાર્યક્રમ એટલો મોટો કાર્યક્રમ ન હતો કે તેને કોઇ બીજા દિવસે ના યોજી શકાત પણ આમ છતાં બીસીએના હોદ્દેદારોએ બીજા દિવસે આ કાર્યક્રમ યોજવાનો વિચાર સુદ્ધા ના કર્યો તે તેમનો અહમ દર્શાવે છે. મૃત્યું દરેકનું નિશ્ચીત છે તે બીસીએના હોદ્દેદારોએ સમજી લેવું જોઇએ. પૈસા મૃ-ત્યું પછી કામમાં નહી આવે પણ તમે કરેલા કર્મો તમારા જ કામમાં આવશે. પૈસાનો આટલો બધો અહમ કે તમે મોતનો મલાજો પણ ના જાળવી શકો ? તમારા કરતા કોર્પોરેશનના ચોથા વર્ગના કર્મચારીઓની સંવેદના જુવો કે તેમણે આ દૂર્ઘટના બાદ પોતાની હડતાળને 3 દિવસ માટે બંધ કરી દીધી હતી. વડોદરાનો સામાન્ય નાગરિક પણ આ ઘટનાથી શોકમાં છે અને સ્તબ્ધ છે. આટલી મોટી દૂર્ઘટના ગુજરાતમાં અગાઉ 2 દાયકા પહેલા બની હતી. આવી ઘટનાઓ ના બને અને નિર્દોષ લોકો ભોગ ના બને તેવી પ્રાર્થના કરવી જોઇએ પણ તેના બદલે બીસીએના હોદ્દેદારોએ રંગારંગ કાર્યક્રમ યોજ્યો હતો. ભગવાન બીસીએના હોદ્દેદારોને સદબુદ્ધી આપે..

સાંસદે પણ નારાજગી વ્યક્ત કરી 

સાંસદ હેમાંગ જોશીએ પણ બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા કરાયેલા આ કાર્યક્રમ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. વડોદરાના સાંસદ હેમાંગ જોશી પણ વડોદરાના મૃતકોના પરિવારોને મદદ કરવા માટે અમદાવાદની સિવીલ હોસ્પિટલ પર પહોંચ્યા હતા. જો કે આ પુર્વે તેમણે મીડિયાને કહ્યું કે અમદાવાદની દૂર્ઘટનાથી સમગ્ર દેશમાં શોક છે અને બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા જે કરાયું તે જોઇને મને દુખ થયું છે. બીસીએના લોકો મોટા માણસ છે. શોકમાં લોકો ગરમાવ છે ત્યારે આ પ્રકારની વસ્તુઓ કેટલી યોગ્ય છે ?


 

 


બીસીએના સત્તાધીશોની સંવેદના રૂપિયાના ઢગલા ઉપર બેસી રહીને મરી પરવારી...
ક્રિકેટ હિત રક્ષક સમિતિ દ્વારા BCA આયોજિત BPL ક્રિકેટ ટુર્નામેન્ટ ને સ્થગિત રાખવાની માગણી...
વિશ્વામિત્રી બચાવો સમિતિ, વડોદરા ના પ્રમુખે જણાવ્યું હતું કે  અમદાવાદમાં વિમાની દૂર્ઘટનામાં 265 લોકોના મોત થયા છે. આ ઘટના ના સમાચાર મળતા જ આખા દેશ ના લોકો હૃદય નો ધબકારો ચુકી ગયા હોય તેવી વેદના થઇ અને ખુબ આઘાત લાગ્યો.પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનામાં કેટલાય કુટુંબ ના તમામ સભ્યો મૃત્યુ પામ્યા, કેટલીય મહિલાઓએ પતિ ગુમાવ્યા, કેટલાય બાળકો એ માતાપિતા ગુમાવ્યા જેવા અનેક હૃદયસ્પર્શી દુખદ સમાચારો છે ત્યારે આવી દુર્ઘટના બન્યાના જુજ કલાકો માં બરોડા ક્રિકેટ એશોશિએશન ના ચુટાયેલા સત્તાધીશો દ્વારા બરોડા પ્રીમિયર લીગ ની ટ્રોફીનો અનાવરણ કાર્યક્રમ વિશ્વામિત્રી નદી કિનારે માર્જીન છોડ્યા વગર બંધાયેલી સયાજી હોટલ ખાણીપીણીના જલસા સાથે રાખેલો તે બિલકુલ સંવેદના વગરનું અને મુર્ખામી ભરેલો અને નિંદનીય છે. અંદાજે રૂ.૫૦૦/- કરોડ ના ઢગલા ઉપર બેસી ને બિનહિસાબી વહીવટ કરતા  બરોડા ક્રિકેટ એશોશિએશનના સત્તાધીશો ની સંવેદના રૂપિયા ના ઢગલા ઉપર બેસી રહી ને મરી પરવારી છે. બરોડા ક્રિકેટ એશોશિએશનનો વહીવટ કરવા પગારે રાખેલા વહીવટદારનો પગાર પણ સુપ્રીમ કોર્ટ ના ચીફ જસ્ટીસ કરતા પણ અનેક ગણો વધારે છે.  અમદાવાદ માં થયેલા પ્લેન દુર્ઘટના ના બે કલાક માં બરોડા ક્રિકેટ એશોશિએશન ના સત્તાધીશો એ રાખેલ સયાજી હોટેલ માં નાસ્તા પાણી સાથે રાખેલ ટ્રોફી અનાવરણ કાર્યક્રમ બરોડા ક્રિકેટ એશોશિએશન ના સત્તાધીશો ની નિમ્ન કક્ષા ની માનસિકતા નું પ્રદર્શન છે. ખાસ કરીને બરોડા ક્રિકેટ એશોશિએશન પાસે ના કરોડો રૂપિયા ના વહિવટમાં રચ્યાપચ્યા સત્તાધીશો, પ્લેન ક્રેશ માં આશરે 265 જેટલા પ્લેન સવાર લોકો અને મેડીકલ કોલેજ ના વિદ્યાર્થીઓ ના મૃત્યુ જેવા હૃદયદ્રાવક દુર્ઘટના સમયે, સંવેદના સાથે અક્કલ પણ ગુમાવી બેઠેલા બરોડા ક્રિકેટ એશોશિએશનના સત્તાધીશોએ સયાજી જેવી સ્ટાર હોટલ માં જલસા કર્યા તે આખા સમાજ માં ધ્રુણાસ્પદ છે, તેને વિશ્વામિત્રી બચાવો સમિતિ સખત શબ્દો માં વખોડી કાઢે છે.



BCA આયોજિત BPL ક્રિકેટ ટુર્નામેન્ટ ને સ્થગિત રાખવાની માગણી
અમદાવાદમાં સર્જાયેલી ગોઝારી પ્લેન દુર્ઘટનાએ અનેક પરિવારોની ખુશી છીનવી લીધી છે. ત્યારે સમગ્ર દેશ આઘાતમા સરી પડ્યો છે ત્યારે બરોડા ક્રિકેટ એસો. દ્વારા બીપીએલ ટુર્નામેન્ટ યથાવત રાખવામાં આવી છે જેની શહેરના ક્રિકેટ રશિયાઓ એ પણ ટીકા કરી છે. અગાઉ જ્યારે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો તે સમયે ipl ટુર્નામેન્ટને થોડા દિવસો માટે સ્થગિત કરી દેવામાં આવી હતી પરંતુ બરોડા ક્રિકેટ એસો.ના સત્તાધીશો અમદાવાદમાં પ્લેન ક્રેશ ની ઘટનાને નજર અંદાજ કરી દીધી છે  અને બીપીએલ ટુર્નામેન્ટને યથાવત રાખવામાં આવી છે. બરોડા ક્રિકેટ હિત રક્ષક સમિતિ દ્વારા BCA આયોજિત BPL ક્રિકેટ ટુર્નામેન્ટ ને સ્થગિત રાખવાની માગણી કરી છે.

BCA ને શરમ આવવી જોઇએ આખો દેશ જ્યારે ઘેરા શોકમાં ગરકાવ છે ત્યારે આ લોકો ને જલસા દેખાય છે 
પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહ મંત્રી પણ પોતાના કાર્યક્રમો રદ કરી ને અમદાવાદ આવી પહોંચ્યા હતા, આખા ગુજરાતમાં ગુરુવાર ના રોજ અનેક લોકો એ એમના ઘરેલુ પ્રોગ્રામ બંધ રાખી ને મૃતકો ને શ્રદ્ધાંજલી આપી. પરંતુ સત્તા ના જોરે છકી ગયેલ BCA એ BPL ટ્રોફી નું અનાવરણ કર્યું, અને વડોદરા જેને સંસ્કારી નગરી કહેવાય છે તેને લાંછન લગાડ્યું છે આ બાબત ને ખૂબ જ ગંભીરતાથી લેવી જોઇએ. અને તાત્કાલિક અસરથી BCA પ્રમુખ તથા સભ્યો ને બરતરફ કરવામાં આવે એવી અમારી માંગણી છે. જો અમારી માંગણી નહી સંતોષાય તો આવનારા દિવસોમાં અમે આ બાબતે ઉગ્ર આંદોલન કરીશું.તેમબરોડા ક્રિકેટ હિત રક્ષક સમિતી એ જણાવ્યું છે.

Reporter:

Related Post