પંન્યાસ રમ્યચંદ્ર સાગર વિજયજી મહારાજ સાહેબનું વ્યાખ્યાન યોજાયું ૧૬૦ જૈન સાધર્મિકો ને જીવન જરૂરી વસ્તુઓ તથા રોકડ સહાય ની કીટ વિતરણ કરાયું વડોદરામાં ચાતુર્માસીક આરાધના જૈન સંઘોમાં ચાલી રહી છે. જુદાં જુદાં સંઘો માં જપ તપ વ્રત ચાલી રહ્યું છે
દરમિયાનમાં જૈન સાધર્મિક ભક્તિ નું સુંદર કાર્ય કરતી શ્રુતોપાસક ગણ સંસ્થા દ્વારા આજે સાધર્મિક બંધુઓ માટે સમુહ સામાયિક નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમા સાગર સમુદાયના ઇન્દ્રપુરી જૈન સંઘ માં બિરાજમાન પંન્યાસ રમ્યચંદ્ર સાગર વિજયજી મહારાજે સુંદર વ્યાખ્યાન આપતાં જણાવ્યું હતું કે પરમાત્માની રોજ નિયમિત પુજા કરવી જોઈએ.. જેથી આપડા પોતાના માં રહેલા દુર્ગુણો દુર કરે છે.પુજા કરવાથી પુણ્ય બંધાય છે અને ગરીબી મિટાવી દે છે જે માટે સુંદર દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે પાંચ કોડી ના ફુલ ભાવપૂર્વક ભગવાન ને ચડાવવાથી ૧૮ દેશ નો રાજા બનાવી દે છે.તેમજ સંપ્રતિ મહારાજ ના દષ્ટાંતો થી બધાને મંત્રમુગ્ધ બનાવી દીધા હતાં. વધુ માં શ્રુતોપાસક ગણ ના પ્રમુખ નિખિલભાઈ શાહે જણાવ્યું હતું કે આજે વડોદરા શહેરના સાધર્મિક બંધુઓ ને જ્યારે પર્યુષણા પર્વ થોડા સમય માં શરૂ થવાના છે
ત્યારે લાભાર્થી એવા અલકાપુરી જૈન સંઘ ના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ કટક પરીવાર દ્વારા અનાજ તેલ ગોળ ચ્હા ખાંડ, મગ ,વટાણા, દાળ વિગેરે વસ્તુઓ સાથે રોકડ રકમ ની સહાય પણ કરવામાં આવી હતી..વઘુમાં જૈન અગ્રણી દીપક શાહ તથા ઈન્દ્રપુરી જૈન સંઘ ના પ્રમુખ નિરજ શાહે જણાવ્યું હતું કે આજે સંઘ માં પુષ્ય નક્ષત્ર નિમિત્તે ૨૪ તીર્થંકર ભગવાન નું વિશિષ્ટ પુજન રાખવામાં આવ્યું હતું.આજ ના કાર્યક્રમ માં જાણિતા જૈન અગ્રણી દીપક શાહ, તુષાર શાહ, નરેશભાઈ શાહ, અનિલભાઈ શાહ, શિરિષભાઈ શાહ, ભૂપેન્દ્ર કોઠારી તથા વિજય પટવા ,મુકેશ શાહ અને કલ્પેશભાઈ શાહ સહીત ના જુદા જુદા જૈન સંઘો ના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin