News Portal...

Breaking News :

29 સપ્ટેમ્બર વિશ્વ હૃદય દિવસ

2024-09-29 11:01:42
29 સપ્ટેમ્બર વિશ્વ હૃદય દિવસ


વડોદરા : હૃદય રોગના હુમલાના કેસ વધી રહ્યા છે તેમાં હૃદય અને શરીરની કાળજી રાખવી ખૂબ જરૂરી બને છે. જે અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે જ દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસ મનાવવામાં આવે છે. 


હૃદય આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદયના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. હૃદયને કમજોર બનાવવા માટે ઘણી હદ સુધી લોકો પોતે જ જવાબદાર ગણાય છે. જેના કારણે લોકોને નાની ઉંમરમાં જ હાર્ટ એટેક આવે છે અથવા તેઓ કોરોનરી હાર્ટ ડિસીઝ સહિત અનેક હૃદયની બિમારીઓ પીડાતા હોય છે.હૃદયના સ્વાસ્થ્ય માટે આહાર પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જે પ્રકારે પાચનક્રિયા થાય તે મુજબ આહાર રસ બનીને લોહીમાં પ્રવેશે છે અને એ હૃદય સુધી પહોંચે છે. 


કોલેસ્ટ્રોલ જેવા તત્વો હૃદયની નલિકાઓમાં જમા ન થાય તે માટે આહાર મહત્વનો ફાળો ભજવે છે. જેથી શુદ્ધ અને સાત્વિક ભોજન તથા ઘરે બનેલું અને ઋતુ મુજબનું ભોજન લેવું જોઈએ.પ્રાણાયામ પણ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પ્રાણાયામ દ્વારા જ્યારે આપણે શ્વાસ ઉછવાસની ક્રિયા કરીએ છીએ ત્યારે આપણા હૃદયને પણ કસરત મળે છે. એટલે પ્રાણાયામ પણ જરૂરી છે.સૌ પ્રથમ વ્યાયામ જરૂરી છે. સમયનો અભાવ હોય તો, સૂર્ય નમસ્કાર કરી શકાય છે. પરંતુ દિવસમાં થોડો સમય વ્યાયામ જરૂરી છે. દરરોજ નિયમિતપણે થોડી વૉકિંગ પણ જરૂરી છે. હૃદયને સવારે ખુલ્લા વાતાવરણમાં થોડું પ્રવૃત્તમય બનાવવું જરૂરી છે. જોગિંગ કે રનિંગ પણ જરૂરી છે.

Reporter: admin

Related Post