News Portal...

Breaking News :

સયાજી ની સિદ્ધિ: ગળામાં ખૂંપી ગયેલા ૧૪ સેમી લાંબા તીર ને કાઢી દર્દીને બચાવ્યો...

2024-06-03 16:41:19
સયાજી ની સિદ્ધિ: ગળામાં ખૂંપી ગયેલા ૧૪ સેમી લાંબા તીર ને કાઢી દર્દીને બચાવ્યો...


   સયાજી હોસ્પિટલ ના કાન નાક ગળાના વિભાગ અને ન્યુરોલોજી વિભાગના તબીબો એ મધ્ય પ્રદેશના એક દર્દીના ગળામાં ખૂંપી ગયેલા ૧૪ સેમી લાંબા તીરને કાઢીને ઇજાગ્રસ્ત ની જીંદગી બચાવી છે.  આ વ્યક્તિ મધ્ય પ્રદેશના અલિરાજપૂર જિલ્લાના અંબાવા ગામે થી પહેલા દાહોદ અને પછી વધુ સારવાર માટે મધ્ય ગુજરાતની આ સૌ થી મોટી સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.યાદ રહે કે સયાજી હોસ્પિટલ માત્ર વડોદરા કે ગુજરાત નહિ પણ મધ્ય પ્રદેશ અને પાડોશી રાજ્યો ના દર્દીઓ માટે પણ આશીર્વાદ રૂપ છે.



    આ વ્યક્તિને ૩૧ મી તારીખના રોજ સાંજના ૫ વાગે એક ઘટનામાં આ ઇજા થઈ હતી.

  તીર ગરદન ની સી.૫ વર્તીબ્રા સુધી પહોંચી ગયું હતું.જો કે મુખ્ય રક્ત વાહિની અને નસને ઇજા થઈ ન હોવાથી રાહત રહી હતી.


  હોસ્પિટલ ના હેડ એન્ડ નેક સર્જરી વિભાગમાં તેની પ્રાથમિક તપાસ પછી રેડીઓલોજી દ્વારા તીરની સ્થિતિ જાણવામાં આવી હતી.તીર થી થાયરોઈડ ગ્રંથિ અને અન્નનળી વીંધાઈ ગયા હતા.

   આ સારવાર હેઠળના ઇજાગ્રસ્ત ની હાલત હાલ સ્થિર છે. સયાજીના તબીબનું કહેવું છે કે તીરની ઈજાઓ ના કિસ્સા હવે જવલ્લેજ આવે છે. અલિરાજપૂર સહિતના આદિવાસી વિસ્તારોમાં ધાતુના તીર અને ધનુષ્ય - કામઠા થી તીરંદાજી થાય છે.પોતાના પૂર્વજ એકલવ્ય ને આદર આપવા જમણા હાથના અંગૂઠા થી પણછ ખેંચી ને તીર ચલાવવા માં આવે છે.ક્યારેક તેના લીધે આવી ઈજાઓ થતી હોય છે.

Reporter: News Plus

Related Post