News Portal...

Breaking News :

ખાનગી કંપની મેક્સારના સેટેલાઇટે નાશ પામેલા એરબેઝના ફોટા જાહેર કર્યા

2025-05-14 10:28:06
ખાનગી કંપની મેક્સારના સેટેલાઇટે નાશ પામેલા એરબેઝના ફોટા જાહેર કર્યા


દિલ્હી : ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ ઘણા પાકિસ્તાની એરબેઝનો નાશ કર્યો હતો. ખાનગી કંપની મેક્સારના સેટેલાઇટે હવે આ નાશ પામેલા એરબેઝના ફોટા જાહેર કર્યા છે. 


મક્સર દ્વારા પાકિસ્તાનના જે એરબેઝના ફોટા જાહેર કરવામાં આવ્યા છે તેમાં સરગોધા, નૂર ખાન, ભોલારી અને સુક્કુરનો સમાવેશ થાય છે. હુમલા પહેલા અને પછીની પરિસ્થિતિ કેવી હતી તે ફોટામાં સ્પષ્ટ જોઈ શકાય છે.ઓપરેશન સિંદૂર દરમિયાન પાક. એરબેઝને ભારે નુકસાન થયું છે. જેની તપાસ માટે વિવિધ સેટેલાઈટ્સ સાથે અમદાવાદ સ્થિત કંપની ‘અઝિસ્તા એરોસ્પેસ’ના ઉપગ્રહની પણ મદદ લેવાઈ હતી. અહીં આપેલી તસવીર અઝિસ્તાના ઉપગ્રહની જ છે, જેમાં પાકિસ્તાનના ચકલાલા ખાતે આવેલું નુરખાન એરબેજ કઈ રીતે ભસ્મ થયું એ દેખાય છે. તસવીરમાં નુકસાનગ્રસ્ત વિસ્તાર, બે રનવે, ફાઈટર સિવાયના વિમાનો, આકાશી વાદળો વગેરે સ્પષ્ટ થાય છે. 


અઝિસ્તાનો પ્રથમ ઉપગ્રહ 2023ની 10મી જૂને લોન્ચ થયો હતો.આ પહેલા જમ્મુ-કાશ્મીરના શોપિયામાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. મંગળવારે સાંજે 4.30 વાગ્યે એન્કાઉન્ટર સમાપ્ત થયું. તેનું નામ ઓપરેશન કેલર રાખવામાં આવ્યું. શુક્રુના જંગલ વિસ્તારોમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી.આ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા. તે એરબેઝ પર સૈનિકોને મળ્યા. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેમણે આદમપુર એરબેઝને નિશાન બનાવ્યું હતું.7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ થયા પછી, પાકિસ્તાની ગોળીબારમાં 6 સેના અને 2 બીએસએફ સૈનિકો શહીદ થયા છે અને 59 ઘાયલ થયા છે. આ ઉપરાંત 28 નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે.

Reporter: admin

Related Post