સેલવાસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. આજે વડાપ્રધાન દિલ્હીથી સુરત આવ્યા અને હવે સેલવાસ પહોંચ્યા છે.
અહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂ. 2587 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સેલવાસનાં સાયલી ક્રિકેટ સ્ટેડિયમ નજીક PM મોદી વિશાળ સભાને સંબોધિત કરી હતી.વાત કરી દઉં તમને તમારામાં ઘણા બધા અહીં દરેક પરિવારમાં વિદેશ જવું એ કોઇ નવી વાત નથી. તમે સિંગાપોર જતા હશો. આ સિંગાપોર એક જમાનામાં માછીમારોનું એક નાનકડું ગામ હતું. માછીમારીનું જ કામ હતું.
ત્યાના લોકોના સંકલ્પ શક્તિએ આ સિંગાપોર બનાવી દીધું. સંઘપ્રદેશનો દરેક નાગરીક નક્કી કરે તો હું તમારી સાથે ઉભો છું.સુરત એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, સુરત મેયર દક્ષેશ માવાણી, મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ અને મનુ પટેલ સહિત અન્ય પદાધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા.
Reporter: admin