વડોદરા : ઓનલાઈન ફુડ મંગાવતી મહિલાને કડવો અનુભવ થયો છે. ન્યૂ અલકાપુરીમાં વિસ્તારમાં ડિલિવરી બોયે મહિલાનો હાથ પકડી લીધો હતો.
વાડી વિસ્તારના ડિલિવરી બોય મહંમદ અકમલ સિરાજવાલાએ ઓનલાઈન ફુડ મંગાવનાર મહિલાીન છેડતી કરી હતી. તેણે મહિલાનો હાથ પકડી કહ્યું કે, 'તું મને બહુ પસંદ છે.' મહિલાએ પરિવારને વાત કરી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફુડ ડિલિવરી બોય મહંમદ અકમલની પોલીસે ધરપકડ કરી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં રહેતી 36 વર્ષીય મહિલાએ ઝોમેટોમાંથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કર્યું હતું. બપોરના સમયે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. જેના બાદ 19 વર્ષીય યુવક મહિલાના ઘરે પહોંચ્યો હતો.
મહિલાએ ફૂડ પેકેટ લેવા દરવાજો ખોલતા જ ફુડ ડિલીવરી બોયે મહિલાનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો હતો.મહિલાએ હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો તો યુવકે તેને કહ્યું કે, તુ મને બહુ જ પસંદ છે. આ ઘટનાથી હેબતાઈ ગયેલી મહિલાએ અચાનક ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો.આ બાદ મહિલાએ પતિને આ ઘટનાની જાણ કરી હતી. જેના બાદ મહિલા દ્વારા ઝોમેટોમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ બાદ મહિલાએ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં પણ ફરિયાદ કરી હતી. જેના બાદ પોલીસે વાડી વિસ્તારમાં રહેતા 19 વર્ષીય ડિલીવરી બોય મહોમંદ અકમલ મારુક અમલ સિરાજવાલાની ધરપકડ કરી હતી.
Reporter: