વડોદરા : મહાનગરપાલિકાએથી વર્ગ-૪ ખાસ કરીને સફાઈસેવકને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ફાયદો મળે તેવો પ્રયત્ન કરવામાં આવેલ છે.
જેના ભાગરૂપે જે માનવદિન સફાઈ કર્મચારીઓએ કોરોનાની મહામારી સમયે સમરસ હોસ્ટેલમાં જીવના જોખમે કામ કરેલ હતું. જેઓને અનિયમિતતાને કારણે કામ પર લીધેલ ન હતા તેવા કુલ-૧૪૦ સમરસ માનવદિન સફાઈસેવક કર્મચારીઓને માનવતાના ધોરણે પુન: કામ પર લેવામાં આવેલ છે. તેઓને છેલ્લા બે વર્ષથી અનિયમિતતાને કારણે કામ પર લેવામાં આવેલ ન હતા.
તેઓને કોમ્પ્યુટરાઈઝડ સેલરી સ્લીપ, ઈ.પી.એફ. ની કપાત કરી આપવાનું આયોજન હાથ ધરેલ છે. જેથી કરીને સમરસ-માનવદિન સફાઈસેવક કર્મચારીઓને મળવાપાત્ર લાભો આપવામાં આવશે.તા.૧૫-૧૦-૨૦૨૪ ને મંગળવારના રોજ સવારે ૧૧-૪૫ કલાકે મેયરની કચેરીમાં મેયરના હસ્તે પુન: સેવામાં લેવા માટેના હુકમ એનાયત કરવામાં આવશે.
Reporter: admin